• ઐશ્વર્યા રાય અને અભિષેક બચ્ચનના સંબંધોમાં અણબનાવ
  • અભિષેકે કાર્તિક આર્યન અને રણબીર કપૂરને લગ્ન અંગે આપી સલાહ
  • અભિષેક બચ્ચને કાર્તિક આર્યને લગ્ન ન કરવા આપી સલાહ
બોલીવુડ એક્ટર અભિષેક બચ્ચન અંગત જીવનને કારણે સતત ચર્ચામાં છે. અભિષેક બચ્ચન અને તેની પત્ની ઐશ્વર્યા રાય ટૂંક સમયમાં છૂટાછેડા લઈ શકે એવા અનેક દાવો કરવામાં આવી રહ્યા છે. ઐશ્વર્યા રાય સાથે અભિષેક બચ્ચનના સંબંધો બગડવાની વાતો ચાલી રહી છે.

ઐશ્વર્યા રાય અને અભિષેક બચ્ચનના સંબંધોમાં અણબનાવ

અંબાણી પરિવારના લગ્નમાં ઐશ્વર્યા રાય અને અભિષેક બચ્ચન અલગ-અલગ પહોંચ્યા હતા. તમામની નજર બચ્ચન પરિવાર પર જોવા મળી હતી અને બાદમાં લોકોએ પણ વિચારી લીધું હતું કે, હવે બંને છૂટાછેડા લઈ રહ્યા છે.

અભિષેક બચ્ચનનો જૂનો વીડિયો વાયરલ થયો

અભિષેક બચ્ચનનો એક જૂનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેમાં તે કાર્તિક આર્યન અને રણબીર કપૂર સાથે મજાક અને મસ્તીની મૂડમાં અનેક વાતો શેર કરતો જોવા મળી રહ્યા છે. આ વીડિયોમાં અભિષેક લગ્ન કરવા જોઈએ કે નહીં તે અંગે સલાહ આપી રહ્યો છે. ઐશ્વર્યા રાય અને અભિષેક બચ્ચને વર્ષ 2007માં એકબીજા સાથે લગ્ન કર્યા હતા. આ કપલને એક સુંદર પુત્રી આરાધ્યા બચ્ચન છે.

આવી વાત અભિષેક બચ્ચને રણબીર કપૂરને કહી

આ વાયરલ વીડિયોમાં અભિષેક બચ્ચનને રણબીર કપૂરને લગ્ન અંગે સલાહ આપવાનું કહેવામાં આવ્યું હતું. અમિતાભ બચ્ચનના પુત્રએ સીધો જવાબ આપ્યો હતો કે, તેને સલાહની જરૂર નથી. કારણ કે તેને હવે લગ્ન કરવાનું નક્કી કર્યું છે. આલિયા સાથે લગ્ન કર્યા કારણ કે તેઓ એકબીજાને પ્રેમ કરે છે અને તે સૌથી મહત્વપૂર્ણ છે. સાથે જ તમે એકબીજાને પ્રેમ કરો, માન આપો એ જ લગ્ન જીવનમાં મહત્વની બાબત છે.

અભિષેક બચ્ચને કાર્તિક આર્યનને આવી સલાહ આપી

રણબીર કપૂરે અભિષેક બચ્ચનને અટકાવ્યો અને મજાકમાં કહ્યું હતું કે તેણે કાર્તિક આર્યનને પણ લગ્નની સલાહ આપવી જોઈએ. તેના પર કાર્તિક આર્યને તે લગ્ન ન કરવાનું કહી રહ્યો હતો. આ સાંભળીને ત્રણેય હસ્યા હતા. આ પછી અભિષેકે કાર્તિકના શબ્દો પર કહ્યું હતું કે, અમે ખરેખર ભાઈઓ છીએ. આપણે આપણી જાતનું ધ્યાન રાખીએ છીએ.

અભિષેક બચ્ચનની આગામી ફિલ્મ

અભિષેક બચ્ચન ટૂંક સમયમાં ફિલ્મ 'કિંગ'માં જોવા મળશે અને શાહરૂખ ખાન અને સુહાના ખાન સાથે જોવા મળશે. કહેવામાં આવી રહ્યું છે કે ફિલ્મમાં અભિષેક વિલનની ભૂમિકામાં જોવા મળશે. આ સિવાય અભિષેક બચ્ચન એક વેબ સિરીઝમાં પણ જોવા મળશે.

ડિસ્ક્લેમર: આ માહિતી અભિનેતાના જૂના વીડિયોના આધારે છે તેથી વાંચકોને માહિતી મળી શકે 
  • Follow us on: