બોલીવુડની દિગ્ગજ એક્ટ્રેસ રેખાનું નામ ઘણા કલાકારો સાથે જોડાયું હતું. પરંતુ આજે પણ રેખા અને અમિતાભ બચ્ચનના અફેરની ચર્ચાઓ થાય છે. આ દરમિયાન, એક કાર્યક્રમ દરમિયાન, રેખા અમિતાભ બચ્ચનના પુત્ર અને એક્ટર અભિષેક બચ્ચનને મળી અને તેને હગ કર્યું. જેનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.
અભિષેક બચ્ચને રેખાને કર્યું હગ
અભિષેક બચ્ચન અને રેખા મુંબઈમાં આયોજિત એચટી સ્ટાઈલ એવોર્ડ્સમાં મળ્યા હતા. આ કાર્યક્રમ દરમિયાન અભિષેકે સ્ટેજ પર રેખાને ગળે લગાવી અને બંનેએ થોડીવાર વાતો કરી. આ પછી અભિષેકે એકબીજાને ગળે લગાવ્યા અને ત્યાંથી ચાલ્યા ગયા.
સોશિયલ મીડિયા પર ફેન્સે અભિષેક બચ્ચનની ખૂબ પ્રશંસા કરી. એક ફેને લખ્યું છે કે "અભિષેકનું દિલ મોટું છે, તેને તે મહિલાને ગળે લગાવી જેનું નામ 45 વર્ષથી તેના પિતા સાથે જોડાયેલું છે." આ સિવાય અન્ય એક ફેને કહ્યું કે રેખા પ્રત્યે અભિષેકનો આદર જોઈને ખૂબ આનંદ થયો.
રેખાએ બોલીવુડ એક્ટર્સનું કર્યું સ્વાગત
અભિષેક સિવાય એ. આર. રહેમાન, અક્ષય કુમાર અને શિખર ધવને પણ રેખાનું સ્ટેજ પર ઉષ્માભર્યું સ્વાગત કર્યું. એવોર્ડ ફંક્શનનો બીજો એક વીડિયો સામે આવ્યો છે જેમાં રેખાએ અક્ષય કુમારને સંપૂર્ણપણે ઈગ્નોર કર્યો છે. શિખર ધવન અને અક્ષય કુમાર આવે છે ત્યારે રેખા એવોર્ડ લઈને સ્ટેજ પર ઉભી રહે છે પરંતુ રેખા શિખરને ગળે લગાવે છે અને અક્ષયને જોયા પછી પણ તેને ઈગ્નોર કરે છે.
રેખાએ કરી પ્રશંસા
રેખાએ ત્રીજી પેઢીના કલાકારોની પણ પ્રશંસા કરી અને પોતાનો સ્ટાઈલ એવોર્ડ ખુશી કપૂરને સમર્પિત કર્યો. તેણે કહ્યું કે "હું ખૂબ જ ભાગ્યશાળી અનુભવું છું કે હું એ દિવસ જોઈ રહી છું જ્યારે ત્રીજી પેઢીના કલાકારો, ટેકનિશિયનો અને ફેશન ડિઝાઈનર્સ આટલું સારું કામ કરી રહ્યા છે. હું મારો એવોર્ડ તે બધાને સમર્પિત કરવા માંગુ છું, ખાસ કરીને મારી જાન (પ્રિય) જાહ્નવી કપૂર અને મારા જીવનની ખુશી, ખુશી કપૂરને."
તમને જણાવી દઈએ કે, આ એવોર્ડ ફંક્શનમાંથી અક્ષય કુમાર અને શિલ્પા શેટ્ટીનો એક વીડિયો સામે આવ્યો છે, જેમાં આ જોડીએ 3 દાયકા પછી સ્ટેજ પર જોરદાર ડાન્સ કર્યો છે. બંનેનો વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થયો હતો.