અભિષેક બચ્ચન અને ઐશ્વર્યા રાયના સંબંધો ઘણા સમયથી ચર્ચામાં છે. તેમના સંબંધોને લઈને ઘણી ચર્ચાઓ થઈ રહી છે. કપલના અણબનાવના વચ્ચે એક્ટ્રેસ નિમરત કૌરનું નામ પણ સામે આવ્યું છે. આ બધાની વચ્ચે ઐશ્વર્યાના લગ્નનું મંગળસૂત્ર ફરી એકવાર ચર્ચામાં આવ્યું છે.
અભિષેકે લગ્નમાં ઐશ્વર્યાને 45 લાખ રૂપિયાનું લક્ઝુરિયસ મંગળસૂત્ર પહેરાવ્યું હતું. પરંતુ હવે આ મંગલસૂત્ર ઘણું બદલાઈ ગયું છે. ઐશ્વર્યા રાયે જાતે આ કામ કર્યું છે.
ઐશ્વર્યા રાયનું મંગળસૂત્ર
જ્યારે ઐશ્વર્યા રાયે લગ્ન કર્યા ત્યારે તેનું મંગળસૂત્ર તે સમયનું સૌથી મોંઘું મંગળસૂત્ર હતું. આ ડબલ લેયર પર્લ સ્ટ્રિંગ મંગલસૂત્રમાં હીરાનું પેન્ડન્ટ જડેલું હતું. પણ હવે આ મંગળસૂત્ર બદલાઈ ગયું છે. અભિષેક અને ઐશ્વર્યાને એક પુત્રી છે. કપલે તેમની પુત્રીનું નામ આરાધ્યા રાખ્યું છે. આરાધ્યા બચ્ચનનો જન્મ 16 નવેમ્બર 2011ના રોજ થયો હતો.
ઐશ્વર્યા માતા બની પછી લીધો આ નિર્ણય
મીડિયા રિપોર્ટ્સ મુજબ દીકરીના જન્મ પછી ઐશ્વર્યા ઈચ્છતી ન હતી કે તેનું ભારે મંગળસૂત્ર તેની દીકરીને કોઈ રીતે નુકસાન પહોંચાડે અથવા મંગળસૂત્રના કારણે તે પોતાની દીકરીને તેના ખોળામાં ખવડાવી ન શકે.

મંગળસૂત્રનો બદલાયો લુક
ઐશ્વર્યાએ મંગળસૂત્ર નાનું કરાવ્યું. તેણે મંગળસૂત્રની લંબાઈ પણ ઓછી કરી. ડબલ લેયર કાઢી નાખ્યું અને સિંગલ લેયર પર્લ સ્ટ્રિંગ બનાવ્યું. જેના કારણે તેને ખવડાવવામાં કે પુત્રીને સુવડાવવામાં સમસ્યાઓનો સામનો કરવો ન પડે.
અભિષેક-ઐશ્વર્યાના લગ્નમાં માત્ર નજીકના મિત્રોએ આપી હાજરી
ઐશ્વર્યા રાય બચ્ચન અને અભિષેક બચ્ચનના લગ્ન એપ્રિલ 2007માં બચ્ચન પરિવારના મુંબઈના ઘરે થયા હતા. લગ્ન સેરેમનીમાં ફક્ત પરિવારના નજીકના મિત્રો અને સંબંધીઓએ હાજરી આપી હતી. ઐશ્વર્યા રાય બચ્ચન અને અભિષેક બચ્ચને નવેમ્બર 2011 માં તેમના પ્રથમ બાળક આરાધ્યા બચ્ચનનું આ દુનિયામાં સ્વાગત કર્યું. મંગળસૂત્રને લઈને લખવામાં આવેલા સમાચાર સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલી પોસ્ટને આધારે લખવામાં આવ્યા છે, સંદેશ ન્યૂઝ તેની પુષ્ટિ કરતું નથી.ય