- ઘૂમર હિટ પુરવાર થઈ હતી
- કોચના પાત્રમાં હતા અભિષેક
- આરાધ્યને બર્થ ડે વિશ કર્યું
આર બાલ્કી નિર્દેશિત ફિલ્મ ઘૂમર તારીખ 18 ઓગસ્ટના રોજ થિયેટરોમાં હિટ થઈ હતી. આ ફિલ્મને ટીકાકારોની પ્રશંસા મળી હતી. અભિષેક કોચ ડાંગરની ભૂમિકા નિભાવે છે, સૈયામી ખેરનું માર્ગદર્શન કરે છે. જે અનિનાનું પાત્ર ભજવે છે. આ વાર્તા અનિનાના પાત્રની આસપાસ ફરે છે. જે તેનો જમણો હાથ ગુમાવવાના પડકારનો સામનો કરે છે. અભિષેક એને બીજા હાથનો ઉપયોગ કરીને બેસ્ટ ખેલાડી બનાવવા માટે પ્રયાસ કરે છે. ટ્રેનિંગ આપી રહ્યો છે. જોકે, થોડું ડ્રિંક કરતો હોવાને લઈને તેમણે પોતાના ઈન્ટરવ્યૂમાં એક મસ્ત વાત કહી છે.
આવું પણ એક્ટર કરતા હોય છે
ફિલ્મમાં ભલે પાત્રને થોડું ડ્રિંક કરતું બતાવવામાં આવ્યું હોય પણ અભિષેકે પોતાના ઈન્ટરવ્યૂમાં ચોખવટ કરી હતી કે, રીયલ લાઈફમાં ક્યારેય આલ્કોહોલનું એક ટિપું પણ ગળા નીચે નથી ઊતાર્યું. જોકે, અભિષેકે એ પણ સ્પષ્ટતા કરી હતી કે, આ પાત્ર પ્લે કરવું કેટલું કઠિન રહ્યું હતું. અભિષેકે કહ્યું હતું કે, જ્યારે તમને કોઈ એવું કહે કે, પાત્રને પુશ કરવા માટે કોઈ એક વસ્તુ પસંદ કરવાની છે તો એ મોટાભાગે એ લોકો આલ્કોહોલ લેતા હોય છે. પણ કોઈ પાત્રને પ્લે કરવા માટે મેં કોઈ જ આલ્કોહોલનો ઉપયોગ કર્યો નથી. મેં સાંભળ્યું છે કે, ઘણા એવા કલાકારો ડ્રિંક કરીને અભિનય કરતા હોય છે, તેઓ એવું માને છે કે, એનાથી પાત્ર વધારે લાઈવ લાગે છે. પણ મેં પાત્રને લાઈવ કરવા માટે એવું કંઈ જ કર્યું નથી. હા, પડકાર તો મારી સામે પણ હતો.
આરાધ્યને બર્થ ડે વિશ કર્યું
અભિષેકની પુત્રી આરાધ્યા તારીખ 16 નવેમ્બરના રોજ 12 વર્ષની થઈ હતી. એના જન્મદિવસ પર અભિષેકે કેટલીક એવી તસવીર શેર કરી જે અગાઉ કદી કરી ન હતી.અભિષેકે આરાધ્યાના બાળપણની તસવીર શેર કરી હતી. જેમાં તે એકદમ ક્યૂટ દેખાઈ રહી છે. આ તસવીર પર વીશ કરતા અભિષેકે પોસ્ટ કર્યું હતું કે, હેપ્પી બર્થ ડે લીટલ પ્રિન્સેસ....હું તમને સૌથી વધારે પ્રેમ કરૂ છું. આ પોસ્ટ પર ફેન્સ પર જોરદાર જોરદાર કોમેન્ટ કરી રહ્યા છે. ફરદીન અને આથિયા શેટ્ટીએ પણ આ ફોટો પર કોમેન્ટ કરી છે. આ ઉપરાંત ઈશા દેઓલે પણ આરાધ્યાને બર્થ ડે વિશ કર્યું હતું. મોટાભાગના કેસમાં આરાધ્ય ઐશ્વર્યા રાય સાથે જોવા મળી રહી છે.