સૈફ અલી ખાન પર 2012માં એક NRI ઉદ્યોગપતિ પર કથિત રીતે હુમલો કરવાનો આરોપ હતો. જ્યારે આ ઝઘડો થયો ત્યારે સૈફ અલી ખાન તેની પત્ની કરીના કપૂર, કરિશ્મા કપૂર, મલાઈકા અરોરા અને અમૃતા અરોરા સહિત સૈફના કેટલાક મિત્રો સાથે હોટેલમાં હાજર હતા. સૈફની પત્ની કરીના કપૂરની મિત્ર અને અભિનેત્રી અમૃતા અરોરા તેના વતી સાક્ષી બની. આ કેસમાં અમૃતા અરોરાની બહેન મલાઈકા અરોરા સાક્ષી તરીકે હાજર થવાની હતી. પરંતુ તે કોર્ટમાં હાજર રહી ન હતી. હવે મલાઈકા અરોરા વિરુદ્ધ ફરીથી જામીનપાત્ર વોરંટ જારી કરવામાં આવ્યું છે.


જુના કેસમાં ફરી સુનાવણી

આ કેસમાં વધુ સુનાવણી 29 એપ્રિલે થશે. કોર્ટે પહેલા 15 ફેબ્રુઆરીએ મલાઈકા અરોરા વિરુદ્ધ જામીનપાત્ર વોરંટ જાહેર કર્યું હતું. પરંતુ તે કોર્ટમાં હાજર રહી ન હતી. ત્યારબાદ સોમવારે ફરીથી વોરંટ જાહેર કરવામાં આવ્યું હતું. 22 ફેબ્રુઆરી, 2012ના રોજ સૈફ અલી ખાન સાથે તે ફાઇવ સ્ટાર હોટેલમાં ડિનર માટે ગયા હતા. જેમાં મલાઈકા અરોરા પણ હતી. જ્યાં આ કથિત ઘટના બની હતી. ઝાંવર કેસમાં સાક્ષીઓના નિવેદનો નોંધવામાં આવી રહ્યા છે.

અમૃતા અરોરાએ આપ્યું આ નિવેદન

અભિનેત્રી અમૃતા અરોરાએ આ કેસમાં નિવેદન આપ્યું હતું કે જ્યારે આ ઘટના બની ત્યારે તેઓ હોટલમાં મજા કરી રહ્યા હતા. પછી તે વેપારી ત્યાં આવ્યો અને બૂમો પાડવા લાગ્યો હતો. પછી સૈફે પણ તેની માફી માંગી હતી. તે વ્યક્તિ ત્યાંથી ચાલ્યો ગયો હતો. પરંતુ જ્યારે સૈફ થોડા સમય પછી વોશરૂમ ગયો ત્યારે તે માણસ ત્યાં આવ્યો. તેણે સૈફ સાથે લડવાનું શરૂ કર્યું. અમને બહારથી અવાજો સંભળાતા હતા. બાદમાં તે સૈફના રૂમમાં ગયો અને તેના પર હુમલો કર્યો હતો. બધાએ કોઈક રીતે મામલો શાંત પાડ્યો હતો.

આ લોકો હોટલમાં હાજર હતા

ઉદ્યોગપતિ ઇકબાલ મીર શર્માએ ફરિયાદ નોંધાવી હતી. પોલીસના જણાવ્યા અનુસાર, ત્યારબાદ સૈફે ઇકબાલ મીર શર્માને ધમકી આપી અને તેના નાક પર મુક્કો માર્યો હતો. જેનાથી તેનું નાક તૂટી ગયું હતો. ઇકબાલે એવો પણ આરોપ લગાવ્યો હતો કે સૈફ અને તેના મિત્રોએ તેના સસરા રમણ પટેલને પણ માર માર્યો હતો. આ પછી સૈફ અલી ખાન અને અન્ય બે આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી. બાદમાં ત્રણેયને જામીન પર મુક્ત કરવામાં આવ્યા હતા. આ કેસમાં સૈફનો જવાબ એ હતો કે તેની સાથે રહેલી મહિલાઓ સાથે ખરાબ વર્તન કરવામાં આવ્યું હતું. ત્યારબાદ આખો મામલો આગળ વધ્યો. 

  • Follow us on: