- 47 વર્ષીય શ્રેયસ કરી રહ્યા હતા વેલકમ ટૂ જંગલનું શૂટિંગ
- શૂટિંગ ખતમ કરતાં જ આવ્યો એટેક અને એક્ટર ઢળી પડ્યા
- શ્રેયસને હોસ્પિટલ ખસેડી એન્જિયોપ્લાસ્ટી કરવામાં આવી
બૉલીવુડ એક્ટર શ્રેયસ તલપડેને હાર્ટ એટેક આવ્યો છે. શ્રેયસ 47 વર્ષના છે. એક્ટર અક્ષય કુમારની સાથે તેઓ વેલકમ ટૂ જંગલ ફિલ્મનું શૂટિંગ કરી રહ્યા હતા. શૂટિંગ પૂરું કરતાંની સાથે જ તેઓ ઢળી પડ્યા હતા. શ્રેયસને તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવ્યા જ્યાં તેમની એન્જિયોપ્લાસ્ટી કરવામાં આવી હતી. હાલ તેમનું સ્વાસ્થ્ય સુધરી રહ્યું હોવાનું જાણવા મળી રહ્યું છે.
ગઈકાલે જ અક્ષય કુમારે સોશિયલ મીડિયામાં એક વીડિયો પોસ્ટ કર્યો હતો, જેમાં શ્રેયસ બપોરે પોતાની ફિલ્મ વેલકમ ટુ ધ જંગલનું શૂટિંગ કરતાં જોવા મળી રહ્યા હતા. સ્ટંટ કરતી વખતે શ્રેયસ અક્ષયની પાછળ સીડી પર ઊભો હતો. વીડિયોમાં કલાકારોની મસ્તી પણ સ્પષ્ટ જોઈ શકાય છે. પરંતુ કોઈને અંદાજ ન હતો કે આવું કંઈક થશે. કહેવાઈ રહ્યું છે કે શ્રેયસ શૂટિંગ પૂરું કર્યા પછી બેભાન થઈ ગયો હતો. જ્યારે તેને હોસ્પિટલ લઈ જવામાં આવ્યો ત્યારે ખ્યાલ આવ્યો કે તેને હાર્ટ એટેક આવ્યો હતો.










