• ભાગ્યશ્રીએ બુક માટે આપેલા ઈન્ટરવ્યૂમાં ખુલાસો કર્યો 
  • મૈને પ્યાર કિયા ફિલ્મના ફોટોશૂટમાં ભાગ્યશ્રી પાંચ મહિના પ્રેગન્નટ હતી
  • ફિલ્મના પોસ્ટરમાં ટેડી બિયરને પેટ આગળ રાખવા પાછળ મોટું કારણ હતું

બોલિવૂડના જાણીતા ફિલ્મ ડાયરેકટર સૂરજ બડજાત્યાની મૈને પ્યાર કિયા ફિલ્મથી ભાગ્યશ્રીએ હિંદી ફિલ્મોમાં આગમન કર્યું હતું. આ ફિલ્મે ભાગ્યશ્રીના ભાગ્યને રાતોરાત ચમકાવી દીધું હતું. ભાગ્યશ્રીની ડેબ્યૂ ફિલ્મ પછી તરત અભિનેત્રી ભાગ્યશ્રી પાસે ફિલ્મોની લાઈન લાગી ગઈ હતી. પરંતુ ભાગ્યશ્રીએ તમામ ફિલ્મોને સાઈડમાં રાખી લગ્ન કરી ઠરીઠામ થવાનો નિર્ણય લીધો હતો. આ સિવાય મૈને પ્યાર કિયાના ફોટોશૂટ દરમિયાન ભાગ્યશ્રી હિમાલય દાસનીને ડેટ કરી રહી હતી. જેવી ફિલ્મ રિલીઝ થઈ કે બંનેએ લગ્ન કરી લીધા હતા.

બોલિવૂડની સુંદર અભિનેત્રી ભાગ્યશ્રીએ તાજેતરમાં એક બુક માટે ઈન્ટરવ્યૂ આપ્યો હતો. જેમાં ભાગ્યશ્રીએ પોતાના જીવન, ફિલ્મો અને બાળકો વિશે ઘણી વાતો કરી હતી. ભાગ્યશ્રીએ જણાવ્યું કે, વર્ષ-1989માં આવેલી બ્લોક બસ્ટર ફિલ્મ મૈને પ્યાર કિયા માટે સલમાન ખાન સાથે ફોટોશૂટ કરાવ્યો હતો ત્યારે તે પાંચ મહિના પ્રેગન્નટ હતી. તે સમયે તેની પ્રેગન્નસી અંગે કોઈ નહોતું જાણતું. સલમાન પણ નહોતો જાણતો. એકટ્રેસે ઈન્ટરવ્યૂમાં કહ્યું કે, જયારે ફોટોગ્રાફર પોસ્ટર માટે અમારું ફોટોશૂટ કર્યું ત્યારે હું સગર્ભા હતી. જો કે આ વાત કોઈને ખબર નહોતી કરી. મને યાદ છે કે સલમાને કહ્યું કે, તું લગ્ન પછી ખૂબ જાડી થઈ ગઈ છે. મૈને પ્યાર કિયા ફિલ્મના પોસ્ટરમાં ટેડી બિયર લઈને મેં જાણી જોઈને ફોટો પડાવ્યાની પણ ભાગ્યશ્રીએ કબૂલાત કરી હતી.

લગ્ન બાદ ભાગ્યશ્રીએ શા માટે લીધો સંન્યાસ?
ભાગ્યશ્રીએ પોતાના ઈન્ટરવ્યૂમાં જણાવ્યું કે, લગ્ન અને બાળકો થયા પછી તેને એક્ટિંગ કરવાનું મન નહોતું થયું. અભિનેત્રીએ કહ્યું કે, જ્યારે બાળકો મોટા થઈ રહ્યા હોવ તો શરૂઆતમાં એક બાળકના માતા-પિતા અને ખાસ કરીને માની આસપાસ રહેવાથી જે રીતે બાળકનું ઘડતર થાય છે તે અન્ય કરતાં વધુ હોય છે. આ વાત મારી માટે સૌથી વધુ મહત્ત્વ રાખે છે.

  • Follow us on: