અભિનેત્રીમાંથી સાધ્વી બનેલી મમતા કુલકર્ણીએ પાકિસ્તાન અંગે નિવેદન આપતા દેશમાં માહોલ ખરાબ થઇ શકે છે. એક તરફ જ્યાં ભારત-પાકિસ્તાન વચ્ચે સ્થિતિ વણસી રહી છે. ત્યાં દેશમાં એવી કેટલી હસ્તિઓ છે જે બેફામ બોલ બોલે છે. દેશમાં તેની શું અસર થશે. શું વિવાદ સર્જાશે તે અંગે કોઇ વિચાર કરવામાં આવતા નથી. આવું જ એક નિવેદન સામે આવ્યુ છે સાધ્વી મમતા કુલકર્ણીનું.


મમતા કુલકર્ણીના બેફામ બોલ

મને મુસ્લિમો સાથે પ્રેમ છે. પાકિસ્તાનમાંથી રોજ મારા નામે 50 પત્રો આવે છે. આ નિવેદન છે અભિનેત્રીમાંથી સાધ્વી બનેલી મમતા કુલકર્ણીનું. મમતા હમેંશા તેના વ્યવ્હાર અને અંગત જીવનના કારણે ચર્ચામાં રહે છે. ત્યારે તેના આ પ્રકારના શબ્દો ચોક્કસપણે દેશમાં વિવાદ સર્જી શકે છે. છેલ્લા લાંબા સમયથી ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવની સ્થિતિ છે. ત્યારે અમુક હસ્તિઓ દેશને સમર્થન આપી રહી છે. તો કેટલીક હસ્તિઓ બેફામ બફાટ કરી રહી છે. તો આ બધાની વચ્ચે મમતા કુલકર્ણીએ પાકિસ્તાન માટે પોતાનો પ્રેમ જાહેર કર્યો છે.

પાકિસ્તાન અંગે શું કહ્યુ મમતાએ ?

પાકિસ્તાન અને મુસ્લિમો અંગે મમતા કુલકર્ણીએ નિવેદન આપ્યુ છે. જે બાદ તે ચર્ચાનો વિષય બની છે. અભિનેત્રીએ કહ્યુ છે કે, તેને રોજ પાકિસ્તાન તરફથી 50 પત્રો આવે છે. તેણે જણાવ્યુ હતુ કે, તે જ્યારે દુબઇમાં હતી ત્યારે તે આધ્યાત્મિક પ્રવાસમાં લીન હતી. તે સમયે મુસ્લિમો પાસેથી તેને ખૂબ પ્રેમ મળ્યો છે. અને તે જ્યારે અભિનેત્રી હતી ત્યારે તેને રોજના 50 પત્રો આવતા હતા. મારા મનમાં મુસ્લિમો માટે ખૂબ પ્રેમ છે. પરંતુ આતંકવાદીઓ માટે મારા મનમાં કોઇ સ્થાન નથી. મમતા પહેલા બોલીવુડમાં ટોપની અભિનેત્રી હતી. પરંતુ તેણે બાદમાં લાઇમ લાઇટથી દુરી બનાવી હતી. અને હવે તે સાધ્વી બનીને આધ્યાત્મના માર્ગે છે. 

  • Follow us on: