• તિલોત્તમા શોમ કપિલ શર્મા શો પર સિરીઝના પ્રમોશન માટે આવી
  • કપિલના શોમાં તિલોત્તમાએ આદિત્ય વિશે એક વાત કહી
  • એટલો પણ ગુડ લુકિંગ નથી કે હું મારી લાઈનો ભૂલી જાવ

તિલોત્તમા શોમ કપિલ શર્મા શો પર પોતાની આગામી સિરીઝના પ્રમોશન માટે આવી હતી. આ દરમિયાન સિરીઝની આખી કાસ્ટ હાજર રહી હતી. આવી સ્થિતિમાં કપિલના શોમાં એક એવી ક્ષણ આવી જ્યારે તિલોત્તમાએ આદિત્ય વિશે એક વાત કહી હતી.

તિલોત્તમાએ શું કહ્યું?

અભિનેત્રી તિલોત્તમાએ કપિલના શોમાં એક કિસ્સો શેર કર્યો હતો. તેણે કહ્યું હતું કે, 'મને એક પત્રકારે પૂછ્યું કે તમે આદિત્ય સાથે કામ કર્યું છે મેં હા પાડી. તો તેમણે કહ્યું હતું કે તારી સાથે એક સીન પણ છે. મેં કહ્યું હા. તો તેમણે ફરી પુછ્યું કે, તો પછી તમે તામરી લાઈનો ભૂલી ગયા હશો. તો મેં કહ્યું કે, એટલો પણ ગુડ લુકિંગ નથી કે હું મારી લાઈનો ભૂલી જાવ.

તમને જણાવી દઈએ કે, તિલોત્તમા શોમ અને આદિત્ય રોય કપૂરની સીરિઝ ધ નાઈટ મેનેજરની સીઝન 2 ડિઝની પ્લસ હોટ સ્ટાર પર રિલીઝ થઈ છે. સિરીઝનો બીજો ભાગ 29 જૂને રિલીઝ થયો છે. દર્શકોને આ સિરીઝ ઘણી પસંદ આવી છે. સાથે જ તિલોત્તમાના અભિનયના પણ ખૂબ વખાણ થયા છે. આ સીરીઝમાં અનિલ કપૂર પણ છે જેની સ્ટાઈલની કપિલના શોમાં પણ ખૂબ ચર્ચા થઈ હતી.

કપિલના શોમાં અનિલ કપૂરના ખૂબ વખાણ થયા

જ્યારે અનિલ કપૂર કપિલના શોમાં પહોંચ્યો ત્યારે કપિલે અભિનેતાના ખૂબ વખાણ કર્યા હતા. કપિલે કહ્યું હતું કે અનિલ કપૂરની સ્ટાઇલ અને તેની ડ્રેસિંગ સેન્સ શાનદાર છે. આવી સ્થિતિમાં અનિલ કપૂર પણ કપિલના શોમાં પોતાના સમયની ઘણી વાતો કહેતો જોવા મળ્યો હતો. 66 વર્ષની ઉંમરમાં પણ અનિલ કપૂર એક સ્લિમ યુવક જેવો દેખાય છે. તેની સ્ટાઈલ અને તેની ફિટનેસ આજના યુવાનોમાં ખૂબ જ લોકપ્રિય છે.


  • Follow us on: