• હાર્દિક પંડ્યાથી છૂટાછેડા લીધા બાદ મોડલ નતાશા સર્બિયા પહોંચી
  • નતાશા સ્ટેનકોવિકે પોતાના પુત્રને ખુશ રાખવા માટે તમામ પ્રયાસો કર્યા
  • નતાશાએ ડોગ સાથે કિસ અને પ્રેમ કરતો વીડિયો શેર કર્યો

ભારતના સ્ટાર ક્રિકેટર હાર્દિક પંડ્યાથી છૂટાછેડા લીધા બાદ મોડલ નતાશા સ્ટેનકોવિક સર્બિયા જતી રહી છે. નતાશા તેના વતનમાંથી સોશિયલ મીડિયા પર વીડિયો શેર કરીને તેના ફેન્સને સતત અપડેટ્સ આપી રહી છે. આ મુશ્કેલ સમયમાં તે પોતાના પુત્ર અગસ્ત્ય સાથે ખુશ રહેવાનો પ્રયાસ કરી રહી છે. શનિવારે નતાશાએ તેના ઈન્સ્ટાગ્રામ પર ઘણા વીડિયો પોસ્ટ કર્યા છે. મોટાભાગની પોસ્ટમાં તેનો પુત્ર અગસ્ત્ય જોવા મળી રહ્યો છે જ્યારે એક વીડિયો છે જેમાં તે તેના ખાસ પર પોતાનો પ્રેમ વરસાવી રહ્યી છે.

હાર્દિક સાથેના છૂટાછેડા બાદ નતાશા સતત સર્બિયાના વીડિયો શેર કરી રહી છે. શનિવારે તેણે ત્રણ વીડિયો પોસ્ટ કર્યા હતા. બેમાં તે અને પુત્ર અગસ્ત્ય બગીચામાં અને ઝાડમાંથી ફળો તોડતા જોવા મળે છે. વીડિયો પરથી સ્પષ્ટપણે જોવા મળે છે કે નતાશા પોતાના પુત્રને ખુશ રાખવા માટે તમામ પ્રયાસ કરી રહી છે.

નતાશાએ કોના પર પ્રેમ વરસાવ્યો?

હાર્દિક પંડ્યાની પૂર્વ પત્ની નતાશાએ વધુ એક વીડિયો પોસ્ટ કર્યો છે જેમાં તે તેના ડોગ સાથે જોવા મળી રહી છે. તેણે ઈન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરેલી સ્ટોરીમાં તમે જોઈ શકો છો કે તે તેના ડોગને ખૂબ પ્રેમ કરી રહી છે. ડોગ નતાશાના ખોળામાં બેસીને તેને કિસ કરી રહ્યો છે. ચાહકોને આ વીડિયો ખૂબ જ પસંદ આવી રહ્યો છે. છૂટાછેડા પછીના આ મુશ્કેલ સમયમાં નતાશા કોઈક રીતે પોતાનું મનોરંજન કરવાનો પ્રયાસ કરી રહી છે.


હાર્દિક-નતાશાના થયા છૂટાછેડા

તમને જણાવી દઈએ કે 4 વર્ષ સુધી એકબીજા સાથે રહ્યા બાદ નતાશા અને હાર્દિકે છૂટાછેડા લેવાનો નિર્ણય લીધો હતો. ઈન્સ્ટાગ્રામ પર આની જાહેરાત કરતા સર્બિયન મોડલે લખ્યું હતું કે, 'લગભગ 4 વર્ષ બાદ હાર્દિક અને મેં પરસ્પર સહમતિથી અલગ થવાનો નિર્ણય કર્યો છે. અમે બંનેએ સાથે રહીને પોતાનું સર્વશ્રેષ્ઠ આપવાનો પ્રયાસ કર્યો પરંતુ હવે બંનેએ એક જ નિર્ણય લીધો છે. આ અમારા માટે ખૂબ જ મુશ્કેલ નિર્ણય છે. અગસ્ત્ય અમારા બંનેના જીવનનો એક ભાગ બનશે. અમે બંને તેને દરેક સંભવ સુખ આપવાનો પ્રયત્ન કરીશું.


  • Follow us on: