• કેટરીના કૈફે એરપોર્ટથી જતી વખતે બેબી બમ્પ છુપાવ્યો
  • વિકી કૌશલ અને કેટરિના કૈફ માતા-પિતા બને એવી શક્યતા
  • કેટરિના કૈફના આઉટફિટથી લોકોની શંકા વધી

બોલિવૂડની જાણીતી અભિનેત્રી દીપિકા પાદુકોણ અને રણવીર સિંહે થોડા દિવસો પહેલા જાહેરાત કરી હતી કે તેઓ ટૂંક સમયમાં માતા-પિતા બનવાના છે. ત્યાર બાદ હવે વિકી કૌશલ અને કેટરિના કૈફ માતા-પિતા બનશે એવી અટકળો શરૂ થઈ છે. કેટરીના કૈફ એરપોર્ટ પર જતી વખતે દુપટ્ટાથી બેબી બમ્પ છુપાવતી જોવા મળી હતી. આ દરમિયાન તેણે અનારકલી ડ્રેસ પહેર્યો હતો જેમાં તે ખૂબ જ ક્યૂટ લાગી રહી હતી.

કેટરિના કૈફની પ્રેગ્નેન્સીને લઈને ચર્ચા

હકીકતમાં કેટરિના કૈફની પ્રેગ્નેન્સીને લઈને આ પહેલા પણ ઘણી વખત અટકળો લગાવવામાં આવી ચુકી છે. પરંતુ આ વખતે ફરી ફેન્સે દાવો કરવાનું શરૂ કરી દીધું છે કે વિકી અને કેટરિના ટૂંક સમયમાં માતા-પિતા બનશે. કેટરિના કૈફના આઉટફિટને જોઈને લોકોની શંકા વધી છે સાથે જ અભિનેત્રી મીડિયા સામે પોઝ આપતી વખતે પોતાના દુપટ્ટાથી બોબી બમ્પ છુપાવતી દેખાઈ હતી. કેટરીના કૈફે ગુલાબી અનારકલી ડ્રેસ સાથે બ્લેક ગોગલ્સ પહેર્યા હતા. આ ટ્રેડિશનલ લુકમાં તે ખૂબ જ ક્લાસી લાગી રહી હતી.

લોકોએ કર્યા સવાલો

કેટરિના કૈફ અને વિકી કૌશલની તસવીરો જોયા બાદ લોકો ઘણી કોમેન્ટ પણ કરી રહ્યા છે. એક યુઝરે લખ્યું કે, મને લાગે છે કે કેટરિના પ્રેગ્નન્ટ છે. અન્ય એક યુઝરે લખ્યું હતું કે, 'તે પોતાના દુપટ્ટાને કેમ વારંવાર એડજસ્ટ કરી રહી છે, શું તે ગર્ભવતી છે?' તમને જણાવી દઈએ કે ઘણા સોશિયલ મીડિયા યુઝર્સે એવું પણ વ્યક્ત કર્યું હતું કે જો કેટરિના કૈફ અને વિકી કૌશલ પણ પ્રેગ્નન્સીની જાહેરાત કરે છે તો તેમની ખુશીમાં વધારો થશે. કેટરીના કૈફ અને વિકી કૌશલે વર્ષ 2021 માં લગ્ન કર્યા હતા. બંનેએ પરિવાર અને નજીકના મિત્રોની હાજરીમાં સાત ફેરા લીધા હતા.


  • Follow us on: