- ઘણી રિસર્ચ બાદ કપલને આ ઘર પસંદ આવ્યું છે
- સિદ્ધાર્થ અને કિયારાનાં નવા ઘરની કિમત 70 કરોડ
- અત્યાર સુધી સિદ્ધાર્થ અને કિયારા અલગ-અલગ રહેતા
સિદ્ધાર્થ મલ્હોત્રા અને કિયારા અડવાણી થોડા વર્ષોથી એકબીજાને ડેટ કરી રહ્યા હતા અને તેમના સંબંધો વિશે ખૂબ જ પ્રાઇવેટ હતા. સિદ્ધાર્થ અને કિયારાએ તાજેતરમાં 7 ફેબ્રુઆરી, 2023ના રોજ સૂર્યગઢ પેલેસ, જેસલમેર ખાતે તેમના પરિવાર અને નજીકના મિત્રોની હાજરીમાં સાત ફેરા લીધા હતા. જણાવી દઈએ કે અત્યાર સુધી સિદ્ધાર્થ અને કિયારા અલગ-અલગ ઘરમાં રહેતા હતા પરંતુ હવે લગ્ન પછી આ બંને સાથે રહેવાના છે. સિદ્ધાર્થ અને કિયારાએ જે નવું ઘર ખરીદ્યું છે તેની કિંમત લગભગ 70 કરોડ રૂપિયા હોવાનું કહેવાય છે.
https://www.instagram.com/reel/Cohir1wjnaH/?utm_source=ig_embed&ig_rid=60f66155-0f2a-4557-92bf-330d85efd9fa
લગ્ન બાદ સિદ્ધાર્થ-કિયારા સાથે રહેશે
આ વીડિયોમાં તમે એ એપાર્ટમેન્ટ જોઈ શકો છો જેમાં સિદ્ધાર્થ મલ્હોત્રા અને કિયારા અડવાણી સાથે રહેવાના છે. સિદ્ધાર્થ અને કિયારાએ થોડા સમય પહેલા આ ઘર ખરીદ્યું છે અને મીડિયા રિપોર્ટ્સ અનુસાર, ઘણી રિસર્ચ બાદ કપલને આ ઘર પસંદ આવ્યું છે. સિદ્ધાર્થ-કિયારાનું આ નવું ઘર મુંબઈના પાલી હિલ વિસ્તારમાં આવેલું છે અને તે એકદમ લક્ઝુરિયસ પણ છે.
નવપરિણીત યુગલના ઘરનો વીડિયો વાયરલ!
આ વીડિયોમાં ઘરની અંદરનો ભાગ દેખાતો નથી, પરંતુ ગેટ અને બિલ્ડિંગ ચોક્કસ જોઈ શકાય છે. કહેવામાં આવી રહ્યું છે કે આ ઘરથી અરબી સમુદ્રનો ખૂબ જ સુંદર નજારો દેખાય છે અને તેની કિંમત 70 કરોડ રૂપિયા છે. હાલમાં આ ઘર તૈયાર થઈ રહ્યું છે અને જ્યાં સુધી સિદ-કિયારાનું ઘર તૈયાર નહીં થાય ત્યાં સુધી તેઓ એ જ ઘરમાં રહેશે જ્યાં સિદ્ધાર્થ હાલમાં રહે છે.