- દેશની દેશી ગર્લ વિદેશમાં રહીને પણ ફેન્સના દિલમાં કરે છે રાજ
- વિરાટ કોહલી બાદ પ્રિયંકાની સોશિયલ મીડિયા પર સૌથી વધુ ફેન ફોલોઈંગ
- પ્રિયંકા ચોપરાના ઈન્સ્ટાગ્રામ પર 91.4 મિલિયન ફોલોઅર્સ છે
દેશની એક સુંદરી આજે આજે વિદેશમાં પણ પોતાની નામના મેળવી છે. સાથે જ તે વિદેશમાં રહેતી હોવા છતાં સોશિયલ મીડિયાની દુનિયા પર રાજ કરી રહ્યા છે. વિરાટ પછી ઈન્સ્ટાગ્રામ પર તેના સૌથી વધુ ફોલોઈંગ છે. આજે સોશિયલ મીડિયાના યુગમાં દરેક સ્ટાર પોતાના ફેન્સની ખૂબ નજીક આવી ગયા છે. તેના દ્વારા તે દરરોજ પોતાની અપડેટ લોકો સાથે શેર કરતો રહે છે.
દેશની દેશી ગર્લ વિદેશમાં પણ કરે છે રાજ
ત્યારે હવે ફેન્સ પણ પોતાના મનપસંદ અને ગમતા સ્ટાર અંગે તમામ વસ્તુઓ જાણી શકે છે. આ અભિનેત્રીએ ફોલોઈંગના મામલે દીપિકા પાદુકોણ અને આલિયા ભટ્ટને પણ પાછળ છોડી દીધી છે. જો તમે હજુ સુધી તેમને ઓળખી શક્યા નથી. તો સુંદરી જે વિદેશમાં રહીને પણ દેશી ગર્લ કહેવાય છે. અમે વાત કરી રહ્યા છીએ સુંદર અને પ્રતિભાશાળી અભિનેત્રી પ્રિયંકા ચોપરાની.
પ્રિયંકા ચોપરા ઈન્સ્ટાગ્રામ આટલા ફોલોવર્સ
પ્રિયંકા માત્ર તેની એક્ટિંગ માટે જ નહીં પરંતુ સોશિયલ મીડિયા પર તેની લક્ઝરી લાઈફ અને ફેશન સેન્સ માટે પણ ફેમસ છે. તે જ સમયે, ફેન્સ પણ અભિનેત્રીની દરેક પોસ્ટ પર ખુલ્લેઆમ પોતાનો પ્રેમ વરસાવે છે. તમને જાણીને નવાઈ લાગશે કે આલિયા ભટ્ટના 84.8 મિલિયન, દીપિકાના 79.5 મિલિયન અને કેટરિનાના 80 મિલિયન ફોલોઅર્સ છે. પ્રિયંકા ચોપરાના ઈન્સ્ટાગ્રામ પર 91.4 મિલિયન ફોલોઅર્સ છે. વિરાટ કોહલી બાદ પ્રિયંકાની સોશિયલ મીડિયા પર સૌથી વધુ ફેન ફોલોઈંગ છે.
પ્રિયંકાનું વર્ક ફ્રન્ટ
હાલમાં જ અભિનેત્રી તેની ફિલ્મના સેટ પર ઘાયલ થઈ હતી અને તેના વિવિધ વીડિયો શેર કરીને તેણે ફેન્સને આ અંગે માહિતી આપી હતી. વર્ક ફ્રન્ટની વાત કરીએ તો આ દિવસોમાં પ્રિયંકા ચોપરા તેની ફિલ્મ 'ધ બ્લફ'ના શૂટિંગમાં વ્યસ્ત છે. જેની તસવીરો તે ઘણી વખત ફેન્સ સાથે શેર કરી ચૂકી છે. પ્રિયંકાએ અમેરિકન સિંગર નિક જોનાસ સાથે લગ્ન કર્યા છે. અભિનેત્રી લગ્ન બાદથી વિદેશમાં સ્થાયી છે.