• હાર્દિક પંડ્યાની પત્ની નતાશા સ્ટેનકોવિક સતત ચર્ચામાં
  • વર્લ્ડકપ જીત્યા બાદ પોસ્ટ ન કરતા નતાશા થઈ ટ્રોલ
  • છૂટાછેડાના સમાચાર વચ્ચે નતાશાએ પુત્રની બતાવી ઝલક

ટીમ ઈન્ડિયાના ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યાની પત્ની નતાશા સ્ટેનકોવિક સતત ચર્ચામાં છે અને પોતાના પતિને સપોર્ટ ન કરવા બદલ ટ્રોલ થઈ રહી છે. એવા સમાચાર છે કે કપલના સંબંધોમાં તિરાડ આવી ગઈ છે. નતાશાની પોસ્ટ પરથી સ્પષ્ટ દેખાય છે કે, બંને વચ્ચે કંઈક થયું છે.

ભારતને T20 વર્લ્ડ જીતવામાં પતિ હાર્દિક પંડ્યાએ મહત્વની ભૂમિકા ભજવી હતી. તેમ છતાં નતાશાએ એક પણ શબ્દ પતિ સામે કહ્યો નથી. અનુષ્કા શર્માથી લઈને રોહિત શર્માની પત્ની રિતિકાએ પણ પોતાના પતિના વખાણ કર્યા હતા. હાર્દિકના ફેન્સ નતાશાની પોસ્ટની રાહ જોઈ રહ્યા હતા. હવે વર્લ્ડ કપના 2 દિવસ બાદ નતાશાએ શેર કરેલી પોસ્ટ સોશિયલ મીડિયા પર પોપ્યુલર થઈ ગઈ છે.


નતાશાએ કરી આ પોસ્ટ

નતાશા ઈન્સ્ટાગ્રામ પર ઘણી એક્ટિવ છે. અભિનેત્રી અવારનવાર પુત્ર અગસ્ત્ય સાથેના ફોટા અને વીડિયો શેર કરતી રહે છે. છૂટાછેડાના સમાચાર વચ્ચે નતાશાએ તેના પુત્રનો એક વીડિયો શેર કર્યો છે. આમાં તેનો પુત્ર ટીવી જોઈ રહ્યો છે અને તેણે તે વીડિયોમાં સફેદ ઈમોજી સાઈન બનાવ્યું છે. જો જોવામાં આવે તો ટીમ ઈન્ડિયાની જીત બાદથી તે દરેક પોસ્ટમાં આ ખાસ ઈમોજી આપી રહી છે. સફેદ ઇમોજીને શાંતિ, પવિત્રતા અને ગાઢ પ્રેમનું પ્રતીક માનવામાં આવે છે. હવે ચાહકો આ પોસ્ટ્સમાં ઇમોજીનો અર્થ સમજી શકતા નથી. કારણ કે પતિના સારા પ્રદર્શન બાદ પણ તે ચૂપ હતી અને હવે આ ઈમોજી સાઈન આપીને અભિનેત્રી શું કહેવા માંગે છે તે તમામ લોકો સવાલ કરી રહ્યા છે.

નતાશા હાર્દિકના સબંધોમાં તિરાડ

નતાશા હાર્દિકે 2020માં લગ્ન કર્યા હતા. નતાશા લગ્ન પહેલા જ પ્રેગ્નન્ટ થઈ ગઈ હતી. જેથી કપલે ઉતાવળમાં આ નિર્ણય લીધો હતો. હવે લગભગ 4 વર્ષ બાદ તેમના સંબંધોમાં તિરાડના અહેવાલો આવી રહ્યા છે જે દિવસેને દિવસે વધુ ગાઢ થઈ રહ્યા છે. ચાહકો માને છે કે આ કપલ ટૂંક સમયમાં તેમના છૂટાછેડાની જાહેરાત કરશે.



  • Follow us on: