- રોયલ બ્લેક લેમન કંપનીના સીઈઓએ શેર કરી તસવીરો
- અભિષેક અને ઐશ્વર્યા સાથેની કેટલીક તસવીરો આવી સામે
- કપલ તેમની પુત્રી આરાધ્યા સાથે રજાઓ મનાવતું દેખાયું
અભિષેક બચ્ચન અને ઐશ્વર્યા રાય બોલીવુડના સૌથી ચર્ચિત કપલ્સમાંથી એક છે. જોકે છેલ્લા કેટલાક દિવસોથી છૂટાછેડાના સમાચાર ચર્ચામાં છે. આ દરમિયાન બંનેની જે તસવીરો સામે આવી છે તે જોઈને ફેન્સ ખુશ થશે.
છેલ્લા કેટલાક દિવસોથી એવા અહેવાલો આવી રહ્યા છે કે અભિષેક બચ્ચન અને ઐશ્વર્યા રાય વચ્ચે કંઈ જ બરાબર નથી. આ દરમિયાન અભિનેત્રી હાલમાં તેની પુત્રી આરાધ્યા બચ્ચન સાથે વેકેશન માટે વિદેશ ગઈ હતી. અભિષેક અભિનેત્રી સાથે જોવા મળ્યો ન હતો પરંતુ હવે જે તસવીરો સામે આવી છે તેણે છૂટાછેડાના સમાચારોનું ખંડન કર્યું છે.
અભિષેક અને ઐશ્વર્યાની તસવીરો વાયરલ
હકીકતમાં રોયલ બ્લેક લેમન કંપનીના સીઈઓએ પોતાના ઈન્સ્ટાગ્રામ પર અભિષેક અને ઐશ્વર્યા સાથેની કેટલીક તસવીરો શેર કરી છે. જે સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યા છે. જેમાં કપલ તેમની પુત્રી આરાધ્યા સાથે રજાઓ મનાવતા જોઈ શકાય છે. હવે છૂટાછેડાના સમાચાર વચ્ચે ફેન્સ આ કપલને એકસાથે જોવાનું પસંદ કરી રહ્યા છે.
અભિષેક બચ્ચન અને ઐશ્વર્યા રાયના છૂટાછેડાની અફવાઓ
અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના લગ્નમાં અભિષેક બચ્ચન અને ઐશ્વર્યા રાય અલગ-અલગ પહોંચ્યા હતા. જ્યાં અભિષેક તેના પરિવાર સાથે જોવા મળ્યો હતો. તો ઐશ્વર્યા રાય તેની પુત્રી આરાધ્યા સાથે એકલી પહોંચી હતી. બાદમાં ઐશ્વર્યા અને અભિષેકની એક સાથે તસવીર વાયરલ થઈ હતી. સોશિયલ મીડિયા પર એવી અટકળો શરૂ થઈ હતી કે ઐશ્વર્યા અને બચ્ચન પરિવાર વચ્ચે કંઈક બરાબર નથી.
જો કે, આ પહેલીવાર નથી જ્યારે ઐશ્વર્યા રાય અને અભિષેક બચ્ચનના છૂટાછેડાના સમાચાર હેડલાઇન્સ બન્યા હોય. આ પહેલા સમાચાર આવ્યા હતા કે ઐશ્વર્યા તેનું સાસરું છોડીને માતાના ઘરે શિફ્ટ થઈ ગઈ છે. જો રિપોર્ટ્સનું માનીએ તો ઐશ્વર્યા અને બચ્ચન પરિવાર વચ્ચે થોડો અણબનાવ ચાલી રહ્યો છે. જોકે હવે આ તસવીરો સામે આવ્યા બાદ આ અટકળો ખોટી સાબિત થતી જોવા મળી રહી છે.