ઐશ્વર્યા રાય બચ્ચન બોલીવુડની એક એવી અભિનેત્રી છે જેની સુંદરતા અને અભિનયની ખૂબ ચર્ચા થઈ છે. 1994માં મિસ વર્લ્ડનો ખિતાબ જીતનારી ઐશ્વર્યા રાય જ્યારે પણ સ્ક્રીન પર આવી ત્યારે લોકો તેની સુંદરતાના દિવાના બની ગયા હતા. ઐશ્વર્યા રાયનું અંગત જીવન હોય કે પછી ફિલ્મો હંમેશા ચર્ચામાં રહે છે. ત્યારે હવે અભિનેત્રી ઐશ્વર્યા રાયના બચ્ચન પરિવાર સાથે અણબનાવના અહેવાલ છે.

ઐશ્વર્યા રાયએ લગ્ન અને સબંધો અંગે આ વાત કહી 

ઐશ્વર્યા રાય અને અભિષેક બચ્ચનના છૂટાછેડાની અફવાઓ વચ્ચે અભિનેત્રીના અનેક ઈન્ટરવ્યું વાયરલ થઈ રહ્યા છે. ત્યારે એકવાર ઈન્ટરનેશનલ સ્ટેજ પર પણ એક્ટ્રેસના સ્માર્ટ જવાબોએ બધાને તેના ફેન બનાવી દીધા હતા. તમે ઐશ્વર્યા રાયની ઘણી તસવીરો અને વીડિયો જોયા હશે. પરંતુ અમે તમને ઐશ્વર્યાનો એક એવો જ દુર્લભ વીડિયો છે જેમાં તે પોતાના લગ્ન અને સબંધો અંગે ખુલીને વાત કરતી જોવા મળી હતી. 


ઐશ્વર્યાનો આ વીડિયો એક ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ દ્વારા શેર કરવામાં આવ્યો છે જેમાં ઐશ્વર્યા રાય લગ્નના સવાલ પર હસતી જોવા મળી રહી છે. આ વીડિયોમાં ઐશ્વર્યાને ખબર પણ નહોતી કે તે બચ્ચન પરિવારની વહુ બનવા જઈ રહી છે. રસપ્રદ વાત એ છે કે આ વીડિયોમાં  ઐશ્વર્યા માત્ર 21 વર્ષની છે જ્યારે તે હવે 50 વર્ષની થઈ ગઈ છે.

હું ચોક્કસ લગ્ન કરીશ: ઐશ્વર્યા 

ઘણીવાર છોકરીઓ 21 વર્ષની ઉંમરે પોતાના સપનાની વાત કરે છે પરંતુ મિસ વર્લ્ડનો ખિતાબ જીત્યા પછી પણ આ સવાલ ટાળવાને બદલે અભિનેત્રી ખુલ્લેઆમ લગ્ન વિશે વાત કરતી જોવા મળે છે. અભિનેત્રીએ કહ્યું કે, જો હું યોગ્ય વ્યક્તિને મળીશ તો હું ચોક્કસપણે લગ્ન કરીશ...' ઐશ્વર્યા જોરથી હસી પડી તે કહે છે કે, હા, હું ચોક્કસ લગ્ન કરીશ. મારે વિવાહિત જીવનનો અનુભવ કરવો છે, માતા બનવું છે અને મને આશા છે કે, બધી મને જે ખુશી મળવી જોઈએ તે મને મળશે. 

ઐશ્વર્યા અને અભિષેકના અલગ થવાના સમાચાર

'હમ દિલ દે ચૂકે સનમ', 'દેવદાસ' અને 'જોધા અકબર' જેવી ફિલ્મોમાં મુખ્ય ભૂમિકા ભજવનાર ઐશ્વર્યાએ 2007માં અભિષેક બચ્ચન સાથે લગ્ન કર્યા અને તે અમિતાભ બચ્ચનના પરિવારની વહુ બની હતી.  જોકે છેલ્લા કેટલાક મહિનાઓથી ઐશ્વર્યા રાય બચ્ચનના લગ્ન જીવનમાં ગરબડના અનેક અહેવાલો સામે આવી રહ્યા છે. આ દિવસોમાં ઐશ્વર્યા તેની પુત્રી સાથે બચ્ચન પરિવારથી દૂર રહે છે. તે તેની પુત્રી સાથે ઘણી ઇવેન્ટ્સમાં આવતી જોવા મળી છે ત્યારથી ઐશ્વર્યા અને અભિષેકના અલગ થવાના સમાચારે જોર પકડ્યું છે.
  • Follow us on: