• ઐશ્વર્યા રાયનો તૂટ્યો હાથ, દીકરી આરાધ્યા બની સહારો
  • દરેક વ્યક્તિએ ઐશ્વર્યાના ઝડપથી સ્વસ્થ બને એવી પ્રાર્થના કરી
  • ઐશ્વર્યા રાયને આ હાલતમાં એકલી જોઈને ફેન્સે અભિષેકને કર્યો ટ્રોલ

ઐશ્વર્યા રાય અને અભિષેક બચ્ચન વચ્ચેના સંબંધોમાં તિરાડ હોવાના સમાચાર અવારનવાર મીડિયામાં આવે છે. તેથી બચ્ચન પરિવારનો ઘર કંકાસ ચર્ચાનો વિષય રહે છે. આવી સ્થિતિમાં ઐશ્વર્યા રાય અંગે સમાચાર આવ્યા છે. અભિનેત્રીના હાથ પર પ્લાસ્ટર જોવા મળ્યું હતુ અને આ દરમિયન દિકરી આરાધ્યા માતાનો હાથ પકડી રહી હતી. ત્યારે ઐશ્વર્યાના તૂટેલા હાથ પર લોકોનું ધ્યાન ગયું છે અને અભિનેત્રીને લોકો પૂછી રહ્યા છે તમારા પતિ અભિષેક આ સમયે ક્યાં છે આ જોઈને તેના ચાહકો ખૂબ જ ચિંતિત થઈ ગયા છે.

ઐશ્વર્યાનો દીકરી આરાધ્યા બની સહારો

ઐશ્વર્યા રાય બચ્ચન અને અભિષેક બચ્ચનને બોલિવૂડનું પાવર કપલ કહેવામાં આવે છે. બંને વચ્ચે છૂટાછેડાના સમાચાર પણ આવ્યા છે. હવે ઐશ્વર્યાની આવી હાલત જોઈને ફેન્સ અલગ-અલગ પ્રતિક્રિયા આપી રહ્યા છે. ઐશ્વર્યા પુત્રી આરાધ્યા સાથે એરપોર્ટ પર જોવા મળી હતી. જ્યારે માતાના હાથ પર પ્લાસ્ટર હતું ત્યારે પુત્રી તેની સંભાળ લઈ રહી હતી અને તેના પિતા અભિષેક બચ્ચનની ખાલીપો ભરી રહી હતી.

આવા સમયે ઐશ્વર્યા રાય સાથે પરિવારનો કોઈ સભ્ય જોવા મળ્યો ન હતો. જ્યારે બચ્ચન પરિવારમાં ઘણા લોકો છે અને આખો પરિવાર સાથે રહે છે પરંતુ ઐશ્વર્યાના ખરાબ સમયમાં તેની સાથે કોઈ જોવા મળ્યું નથી. આરાધ્યા એરપોર્ટ પર ઐશ્વર્યા રાયને સપોર્ટ કરતી જોવા મળી હતી. તેણે તેની માતાની આખી બેગ ઉપાડી અને તેને સંભાળી હતી. તેનો વીડિયો પણ વાયરલ થઈ રહ્યો છે.

ઐશ્વર્યા રાયને આ હાલતમાં એકલી જોઈને ચાહકો અભિષેક બચ્ચનને ટ્રોલ કરી રહ્યા છે. યુઝર્સ અલગ-અલગ પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે. એક યુઝરે લખ્યું કે , 'જ્યારે ઐશ્વર્યા પરિવાર ઈચ્છે છે ત્યારે તેની સાથે કોઈ નથી.' બીજાએ લખ્યું હતું કે, 'એવી દીકરીઓ હોય છે જે દરેકની ખામીઓ પૂરી કરે છે ભલે પછી તેના પિતા સાથે હાજર ના હોય', દરેક વ્યક્તિ ઐશ્વર્યાના ઝડપથી સ્વસ્થ થવાની કામના કરી રહ્યા છે. તમને જણાવી દઈએ કે, ઐશ્વર્યા તૂટેલા હાથ સાથે કાન્સ ફિલ્મ ફેસ્ટિવલમાં ભાગ લેવા જઈ રહી છે. આ પહેલા પણ ઐશ્વર્યા કાન્સના રેડ કાર્પેટ પર ઘણી વખત પોતાનો જાદુ બતાવી ચુકી છે.


  • Follow us on: