ઐશ્વર્યા રાય બોલીવુડની સૌથી સુંદર એક્ટ્રેસમાંથી એક છે. તે હંમેશા પોતાના લુક અને સ્ટાઈલથી ફેન્સને દિવાના બનાવે છે. પરંતુ છેલ્લા કેટલાક સમયથી ઐશ્વર્યાની સ્ટાઈલને લઈને ઘણી ટ્રોલ થઈ રહી છે, ખાસ કરીને તે કાન્સ ફિલ્મ ફેસ્ટિવલમાં જોવા મળી ત્યારબાદ તે ટ્રોલ થઈ રહી છે.
ગંભીર બીમારીથી પીડિત છે ઐશ્વર્યા રાય
આ બધી ટ્રોલિંગ વચ્ચે ઐશ્વર્યા રાય વિશે એક મોટો ખુલાસો થયો છે. ઐશ્વર્યા રાય વિશે એક સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર દાવો કરવામાં આવ્યો છે કે તે એક ગંભીર બીમારીથી પીડિત છે જેના કારણે તેનું વજન વધી રહ્યું છે, તેથી તે વધુ કપડાં પહેરે છે જે તેના શરીરને શક્ય તેટલું છુપાવી શકે છે.
ઐશ્વર્યા રાયને કયો રોગ છે?
ઐશ્વર્યા રાયની બીમારીને લઈને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ રેડિટ પર એક દાવો કરવામાં આવ્યો છે. એવું કહેવામાં આવે છે કે ઐશ્વર્યા ઘણા વર્ષોથી સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓથી પીડાઈ રહી છે. આ બીમારી એવી છે કે જેના કારણે તે અન્ય એક્ટ્રેસની જેમ પોતાના ડાયટને ફોલો કરી શકતી નથી અને ન તો વજન ઘટાડવા માટે કોઈપણ પ્રકારની દવાઓ લઈ શકતી હોય છે.

સોશિયલ મીડિયા પોસ્ટમાં મોટો ખુલાસો
રેડિટ પોસ્ટ પર આગળ લખવામાં આવ્યું છે કે, 'મારા મિત્રએ બોલીવુડમાં કામ કર્યું છે અને તેને કહ્યું કે ઐશ્વર્યા મેડિકલ કંડીશનમાંથી પસાર થઈ રહી છે, જેના વિશે તે કહી શકતી નથી. આ બીમારીને કારણે ઐશ્વર્યા કડક ડાયટ ફોલો કરી શકતી નથી, જેના કારણે તેનું વજન વધી રહ્યું છે અને તે વજન ઘટાડવાની દવાઓ પણ નથી લઈ શકતી. તેના સ્ટાઈલિશ આ માટે જવાબદાર નથી. ઐશ્વર્યાને તેના કપડા માટે ટ્રોલ કરવામાં આવી રહી છે, પરંતુ તેનો એક જ ઉદ્દેશ્ય તેના શરીરને શક્ય તેટલું ઢાંકવાનું છે.
આ સમાચાર સોશિયલ મીડિયા યુઝર દ્વારા સામે આવ્યા છે, અને સંદેશ ન્યૂઝે ચકાસણી કરી પરંતુ હજુ સુધી ઐશ્વર્યા રાય કે તેની ટીમ તરફથી તેની મેડિકલ કન્ડિશન અંગે કોઈ ઓફિશિયલ નિવેદન આવ્યું નથી.