• બોલીવુડની સૌથી વધુ કમાણી કરનાર અભિનેત્રી છે દીપિકા પાદુકોણ

  • દીપિકા એક ફિલ્મ માટે લગભગ 15થી 30 કરોડ રૂપિયા ચાર્જ કરે છે
  • બીજા ક્રમે કંગના રનૌત અને ત્રીજા નંબર પર 'દેશી ગર્લ' પ્રિયંકા

બોલીવુડની સુંદરીઓ પોતાના દમદાર અભિનય અને સુંદરતાથી લોકોનું દિલ અને દિમાગ જીતી લે છે. ત્યારે આ ફિલ્મી અભિનેત્રી મોટા પર્દા પર કામ કરવાની સાથે ચાર્જ પણ મોટી માત્રામાં લે છે. જેમાં તેણે બોલીવુડની સૌથી વધુ કમાણી કરનાર અભિનેત્રીઓ વિશે જણાવ્યું છે કે ફોર્બ્સે IMDBની મદદથી આ યાદી તૈયાર કરી છે.

આ લિસ્ટમાં બોલીવુડની 'મસ્તાની' એટલે કે દીપિકા પાદુકોણનું નામ નંબર વન છે. જેના વિશે એવું કહેવાય છે કે તે એક ફિલ્મ માટે લગભગ 15થી 30 કરોડ રૂપિયા ચાર્જ કરે છે. ગયા વર્ષે રિલીઝ થયેલી દીપિકાની 'પઠાણ' અને 'જવાન' બંને ફિલ્મો હિટ રહી હતી. તમને જણાવી દઈએ કે દીપિકા પાદુકોણ પ્રેગ્નન્ટ છે અને ટૂંક સમયમાં સારા સમાચાર આપવા જઈ રહી છે.

બીજા ક્રમે કંગના રનૌત અને ત્રીજા નંબર પર 'દેશી ગર્લ'

તો આ લિસ્ટમાં બીજા સ્થાને બોલીવુડની 'ક્વીન' એટલે કે કંગના રનૌત આવે છે જે એક ફિલ્મ માટે 15થી 27 કરોડ રૂપિયા લે છે. તમને જણાવી દઈએ કે કંગના હવે સાંસદ બની ગઈ છે તે હિમાચલની મંડી સીટથી જીતીને સંસદમાં પહોંચી છે.

પ્રિયંકા ઘણા સમયથી બોલીવુડથી દૂર

તો આ લિસ્ટમાં ત્રીજા સ્થાને બોલિવૂડની 'દેસી ગર્લ' એટલે કે પ્રિયંકા ચોપરા છે જે એક ફિલ્મ માટે લગભગ 15થી 25 કરોડ રૂપિયા લે છે. આશ્ચર્યજનક વાત એ છે કે પ્રિયંકા ઘણા સમયથી બોલીવુડથી દૂર છે આ યાદીમાં ત્રીજા નંબરે સ્થાન ધરાવે છે.

કેટરીના કૈફ આલિયા ભટ્ટ કરતા મોંઘી

જ્યારે ચોથા નંબર પર કેટરિના કૈફ છે જે એક ફિલ્મ માટે 15થી 25 કરોડ રૂપિયા લે છે જ્યારે પાંચમા નંબર પર આલિયા ભટ્ટ કપૂર છે જે એક ફિલ્મ માટે 10 થી 20 રૂપિયા લે છે. છઠ્ઠા સ્થાને કરીના કપૂર ખાનનું નામ છે જેની ફી 8 કરોડથી 18 કરોડ રૂપિયાની વચ્ચે છે.

ઐશ્વર્યા રાય બચ્ચન પણ ઘણી મોંઘી અભિનેત્રી

તો સાતમા નંબર પર 'આશિકી' ફેમ શ્રદ્ધા કપૂરનું નામ છે જેની ફી 7થી 15 કરોડ રૂપિયા છે. જ્યારે આઠમા નંબર પર વિદ્યા બાલન છે જેની ફી 8થી 14 કરોડ રૂપિયા છે ઐશ્વર્યા રાય બચ્ચન જેની ફી 10 કરોડ રૂપિયા છે.

નેશનલ ક્રશ રશ્મિકા મંદનાનું નામ યાદીમાં નથી

તો 10માં નંબર પર અનુષ્કા શર્મા છે જે એક ફિલ્મમાં કામ કરવા માટે 8થી 12 કરોડ રૂપિયા લે છે. ખાસ વાત એ છે કે આ લિસ્ટમાં કોઈ સાઉથ ઈન્ડિયન એક્ટ્રેસનું નામ નથી. 'નેશનલ ક્રશ' રશ્મિકા મંદાનાનું નામ પણ નથી જેની ગણતરી સાઉથની મોંઘી અભિનેત્રીઓમાં થાય છે.


  • Follow us on: