ઐશ્વર્યા રાય બચ્ચન બોલીવુડની એક એવી એક્ટ્રેસ છે, જેની સુંદરતા અને અભિનયની ખૂબ ચર્ચા થઈ છે. 1994માં મિસ વર્લ્ડનો ખિતાબ ઐશ્વર્યા રાયે જીત્યો હતો, પરંતુ ઐશ્વર્યાને બ્યુટી વિથ બ્રેઈન કહેવામાં આવે છે. તેનું કારણ એ છે કે પર્સનલ લાઈફ હોય કે ફિલ્મો, એક્ટ્રેસ હંમેશા પોતાની લાગણીઓને સંયમિત રીતે મીડિયાની સામે રજૂ કરી છે. ઐશ્વર્યાના આવા ઘણા જૂના ઈન્ટરવ્યુ છે, જ્યાં ઈન્ટરનેશનલ સ્ટેજ પર પણ એક્ટ્રેસના સ્માર્ટ જવાબોએ બધાને તેના ફેન બનાવી દીધા. પરંતુ ઐશ્વર્યાનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે, જેમાં ઐશ્વર્યા પોતાના લગ્ન અને સંબંધો વિશે ખુલીને વાત કરી રહી છે.


જૂનો એક વીડિયો સોશિયલ મીડિયા પર થયો વાયરલ

ઐશ્વર્યાનો આ વીડિયો રેર પોપ કલ્ચર નામના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ દ્વારા શેર કરવામાં આવ્યો છે, જેમાં ઐશ્વર્યા રાય લગ્નના સવાલ પર હસતી જોવા મળી રહી છે. આ વીડિયોમાં ઐશ્વર્યાને ખબર પણ ન હતી કે તે બચ્ચન પરિવારની વહુ બનવા જઈ રહી છે. રસપ્રદ વાત એ છે કે આ રેર વીડિયોમાં 21 વર્ષની ઉંમરે પોતાના સપનાની વાત કરે છે, પરંતુ મિસ વર્લ્ડનો ખિતાબ જીત્યા પછી પણ આ સવાલ ટાળવાને બદલે એક્ટ્રેસ ખુલ્લેઆમ લગ્ન વિશે વાત કરતી જોવા મળે છે. જ્યારે તેને આ ઉંમરે લગ્ન વિશે પૂછવામાં આવે છે, ત્યારે તે પહેલા જોરથી હસે છે, અને પછી કહે છે, 'હા, યોગ્ય સમયે અને યોગ્ય જગ્યાએ, જો હું યોગ્ય વ્યક્તિને મળીશ, તો હું ચોક્કસપણે લગ્ન કરીશ...' ઐશ્વર્યા જોરથી હસી પડી તે કહે છે, 'હા, હું ચોક્કસ લગ્ન કરીશ. મારે વિવાહિત જીવનનો અનુભવ કરવો છે, મા બનવું છે. મને આશા છે કે આ બધામાં મને જે ખુશી મળવી જોઈએ તે મને મળશે...'

https://www.instagram.com/reel/C_fK2TKv1M0/?utm_source=ig_embed&ig_rid=92ea568a-a8fc-4d86-85b2-e77c62fb8dfe 

'હમ દિલ દે ચૂકે સનમ', 'દેવદાસ' અને 'જોધા અકબર' જેવી ફિલ્મોમાં લીડ રોલ પ્લે કરનાર ઐશ્વર્યાએ 2007માં અભિષેક બચ્ચન સાથે લગ્ન કર્યા અને તે અમિતાભ બચ્ચનના પરિવારની વહુ બની. આ કપલના લગ્ન તે સમયે ભારતીય મીડિયામાં ચર્ચામાં હતા. ઐશ્વર્યાએ અનેક પ્રસંગોએ પોતાના ઈન્ટરવ્યુમાં પોતાના લગ્નજીવનના સુંદર અનુભવો વિશે ખુલીને વાત કરી છે. 2007માં એક ઈન્ટરવ્યુ દરમિયાન ઐશ્વર્યાએ કહ્યું હતું કે 'લગ્ન તેના જીવનનો સૌથી સુંદર અને ખાસ દિવસ હતો. તે તેના માટે ખૂબ જ ભાવનાત્મક અને આનંદકારક દિવસ હતો.

એશ્વર્યા-અભિષેકના છૂટાછેડાના સમાચાર ચર્ચામાં

પરંતુ છેલ્લા કેટલાક મહિનાઓથી ઐશ્વર્યા રાય બચ્ચનના લગ્ન જીવનમાં બધું બરાબર ના હોવાનો અનેક સમાચારો સામે આવી રહ્યા છે. હાલમાં ઐશ્વર્યા તેની પુત્રી સાથે બચ્ચન પરિવારથી અલગ રહે છે. તે તેની પુત્રી સાથે ઘણી ઈવેન્ટ્સમાં આવતી જોવા મળી છે, જ્યારે તે બચ્ચન પરિવાર સાથે જોવા મળતી નથી. ત્યારથી ઐશ્વર્યા અને અભિષેકના અલગ થવાના સમાચારે જોર પકડ્યું છે.

  • Follow us on: