ધીરુભાઈ અંબાણી ઈન્ટરનેશનલ સ્કૂલના એન્યુઅલ ફંકશન ઈવેન્ટનું આયોજન 19 ડિસેમ્બર, 2024ના રોજ કરવામાં આવ્યું છે. આ ઈવેન્ટમાં શાહરૂખ ખાનથી લઈને ઐશ્વર્યા રાય બચ્ચન અને અમિતાભ બચ્ચન સુધીના ઘણા સ્ટાર્સ સાથે જોવા મળ્યા હતા.
બોલીવુડ સ્ટાર્સે પણ આ એન્ટરટેઈનમેન્ટથી ભરપૂર ઈવેન્ટનો આનંદ માણ્યો હતો. આરાધ્યા બચ્ચનના અભિનયને લઈને ઘણી ચર્ચાઓ થવા લાગી છે. ફેન્સ તેના ખૂબ વખાણ કરી રહ્યા છે.
આ ઘટનાના ઘણા ફોટા અને વીડિયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે. એન્યુઅલ ફંક્શનના બીજા દિવસે ઐશ્વર્યાએ આરાધ્યા પર પ્રેમ વરસાવ્યો અને બંને એકબીજા સાથે ખૂબ જ ખુશ જોવા મળ્યા હતા. મા-દીકરીના ફોટા અને વીડિયોને ખૂબ પસંદ કરવામાં આવી રહ્યા છે.
ઐશ્વર્યા રાયે આરાધ્યા બચ્ચન પર પોતાનો પ્રેમ વરસાવ્યો
DAISના એન્યુઅલ ફંકશનના બીજા દિવસે આરાધ્યાએ પહેલા દિવસની જેમ જ આઉટફિટ પહેરીને પરફોર્મ કરવાનું હતું. ઐશ્વર્યાએ બ્લેક પેન્ટ સાથે બ્લેક સ્વેટશર્ટ પહેર્યું હતું. તેણે સ્ટ્રેટ સ્ટાઈલમાં પોતાના હેર ઓપન રાખ્યા હતા, તો બીજી તરફ અભિષેક પણ ગ્રીન હૂડીમાં જોવા મળ્યો હતો.
અભિષેક અને ઐશ્વર્યા આખો સમય તેમની દીકરી આરાધ્યા સાથે હતા અને તેને પૂરો સાથ આપી રહ્યા હતા. જ્યારે પાપારાઝી વારંવાર ફોટા ક્લિક કરે છે, ત્યારે ઐશ્વર્યા તેની પુત્રીને ફ્લેશ લાઈટથી બચાવતી જોવા મળે છે. આ દરમિયાન અભિષેક પણ આગળની સીટ પર બેસીને પિતાની ફરજ નિભાવતો જોવા મળે છે.
ધીરુભાઈ અંબાણી સ્કૂલના ફંક્શનમાં જોવા મળ્યો બચ્ચન પરિવારનો પ્રેમ
શુક્રવારે અભિષેક બચ્ચન અને ઐશ્વર્યા રાય બચ્ચને મુંબઈમાં ધીરુભાઈ અંબાણી ઈન્ટરનેશનલ સ્કૂલના એન્યુઅલ ફંકશનમાં હાજરી આપી હતી. આ અવસર પર બંને પોતાની દીકરી આરાધ્યાને ચીયર કરવા માટે સપોર્ટ સિસ્ટમ તરીકે આવ્યા હતા. આરાધ્યાની નાની વૃંદા રાય પણ તેમની સાથે હતા. કાર્યક્રમ પછી, ઐશ્વર્યાએ તેની માતાને કારમાંથી નીચે ઉતારી અને "આઈ લવ યુ" કહીને તેને વિદાય આપી. આ પછી તેણે આરાધ્યા પર પ્રેમ વરસાવ્યો અને તેના એક્ટિંગ માટે તેના કપાળ પર કિસ કરી.