• ઐશ્વર્યા રાય પોતાની લાડલી આરાધ્યા સાથે ન્યૂયોર્કથી પરત ફરી
  • અમિતાભ બચ્ચને પરિવારના ઘરકંકાસ વચ્ચે કરી રહસ્યમય પોસ્ટ
  • T 5090 -સવારના ચાર વાગ્યા છે, ભાઈ, ચાલો સૂઈ જઈએ: અમિતાભ બચ્ચન
અમિતાભ બચ્ચન અને તેમનો પરિવાર પુત્રવધૂ ઐશ્વર્યા રાય સાથેનાં સબંધોને લઈ સતત ચર્ચામાં છે. પરિવાર બતાવવાનો પ્રયાસ કરી રહ્યો છે કે બધું બરાબર છે. પરંતુ સોશિયલ મીડિયા યુઝર્સને જોતા એવું બિલકુલ નથી લાગતું. ઐશ્વર્યા રાય છેલ્લા ઘણા સમયથી બચ્ચન પરિવારને અવગણી રહી હોય એવા પૂરાવા આપી રહી છે અને તેના પરથી ફેન્સને સતત લાગી રહ્યું છે કે, બચ્ચન પરિવારનાં ઝઘડાઓ ચાલી રહ્યા છે.

અમિતાભ બચ્ચને એક પોસ્ટ શેર

ઐશ્વર્યા રાય પોતાની લાડલી આરાધ્યા સાથે ન્યૂયોર્કથી પરત ફરી છે ત્યારે ફરી એકવાર બચ્ચન પરિવાર ચર્ચામાં આવ્યો છે. કારણ કે ઐશ્વર્યા સાથે તેનો પતિ અભિષેક જોવા મળ્યો નહોતો. ઐશ્વર્યા 15 દિવસ બાદ ન્યૂયોર્કથી ભારત આવી છે અને તે એરપોર્ટ પર જોવા મળી હતી અને આ દરમિયાન તેણે કહ્યું હતું કે, બધું જ બરાબર ચાલી રહ્યું છે છતાં પણ ફેન્સ આ માનવા તૈયાર નથી. ત્યાર બાદ હવે ઐશ્વર્યા રાયના સસરા અમિતાભ બચ્ચને એક પોસ્ટ શેર કરી છે જેની ખૂબ જ ચર્ચા થઈ રહી છે અને લોકો આ પોસ્ટને છૂટાછેડા સાથે જોડી રહ્યા છે.

અમિતાભ બચ્ચન સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે. પરિવારમાં ચાલી રહેલા અણબનાવની અફવાઓ વચ્ચે બિગ બીએ સોશિયલ મીડિયા યુઝર્સ અને ફેન્સને ગુપ્ત પોસ્ટ્સ દ્વારા આશ્ચર્યચકિત કરવાનું ચાલુ રાખે છે. પુત્રવધૂ ઐશ્વર્યા રાય અને પૌત્રી આરાધ્યા ભારત પરત ફર્યા બાદ અભિનેતાએ એક પોસ્ટ શેર કરી હતી. અમિતાભ બચ્ચન લખ્યું હતું કે, T 5090 - સવારના ચાર વાગ્યા છે, ભાઈ, ચાલો સૂઈ જઈએ!


મેગાસ્ટારે KBCને લઈ કરી પોસ્ટ

આ દિવસોમાં સદીના મેગાસ્ટાર 'કૌન બનેગા કરોડપતિ'ની 16મી સીઝનના શૂટિંગમાં વ્યસ્ત છે. હાલમાં અમિતાભે તેમના સોશિયલ મીડિયા હેન્ડલ X પર સેટ પર કામ કરવા વિશે એક નોંધ લખી હતી. પોતાની પોસ્ટમાં તેણે લખ્યું હતું કે, 'KBCમાં કામ... લાંબા સમય સુધી ચાલે છે પરંતુ સ્પર્ધકો સાથેની મારી વાતચીત મને ગહન લાગણી અને રોમાંચક મનોરંજનથી ભરી દે છે.'


અમિતાભ બચ્ચનની રહસ્યમય પોસ્ટ

આ દરમિયાન ઐશ્વર્યા રાય બચ્ચન અમેરિકાથી ભારત પરત ફરી છે. છૂટાછેડાની અફવાઓ વચ્ચે તે તેની પુત્રી આરાધ્યા સાથે સોલો ટ્રિપ પર હતી. ન્યૂયોર્કથી ઐશ્વર્યાનો એક ફોટો પણ વાયરલ થયો હતો જેમાં તે તેના ફેન્સ સાથે ખૂબ જ ખુશ દેખાઈ રહી હતી. આ પહેલીવાર નથી જ્યારે અમિતાભ બચ્ચને પરિવારના ગુસ્સા વચ્ચે કોઈ રહસ્યમય પોસ્ટ શેર કરી હોય. અગાઉ 13 જુલાઇના રોજ અભિનેતાએ તેના બ્લોગમાં પણ લખ્યું હતું કે 'ખોવાયેલ અને ભૂલી ગયેલું' શું છે જૂના પરિચિતો શું છે અને તેને શું વિચિત્ર લાગે છે. આ અંગે વાત કરી હતી.

ઐશ્વર્યા જે હંમેશા પોતાના પતિ અભિષેક સાથે પોઝ આપતી રહે છે. અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના હાલનાં લગ્ન દરમિયાન તેઓએ સાથે પોઝ આપ્યો ન હતો. એટલું જ નહીં, બંને અલગ-અલગ ઈવેન્ટમાં પણ પહોંચ્યા હતા. અહીંથી બચ્ચન પરિવાર અને ઐશ્વર્યા વચ્ચે અણબનાવની અફવાઓએ જોર પકડ્યું હતું. અભિષેક બચ્ચને લાઈક કરેલી એક પોસ્ટે આ અફવાઓને બળ આપ્યું હતું. હકીકતમાં અભિનેતાએ ઐશ્વર્યા ન્યૂયોર્ક જતાની સાથે જ 'ગ્રે ડિવોર્સ' વિશે એક પોસ્ટ શેર કરી હતી. ત્યાર બાદ નેટીઝન્સ માનવા લાગ્યા કે બચ્ચન પરિવારમાં સંબંધો તુટી રહ્યા છે.

  • Follow us on: