- કાન્સ ફિલ્મ ફેસ્ટિવલમાં ઐશ્વર્યા રાય બચ્ચનનો લુક ચર્ચામાં
- કાન્સમાંથી ઐશ્વર્યા-આરાધ્યાની નવી તસવીરો સામે આવી
- મા-દીકરી બાલ્કનીમાં તડકાની મજા માણતા જોવા મળ્યા હતા
ભૂતપૂર્વ મિસ વર્લ્ડ અને બોલિવૂડ અભિનેત્રી ઐશ્વર્યા રાય બચ્ચન હાલમાં કાન્સ ફિલ્મ ફેસ્ટિવલ 2024માં પોતાની સુંદરતાનો પરચો આપી રહી છે. ભલે ઐશ્વર્યા રાય આ વખતે તૂટેલા હાથ સાથે ઈવેન્ટમાં પહોંચી હોય પરંતુ તેની સુંદરતાની ચર્ચા દરેક જગ્યાએ થઈ રહી છે. આ સાથે જ કાન્સમાંથી ઐશ્વર્યા-આરાધ્યાની નવી તસવીરો સામે આવી જેમાંમા-દીકરી બાલ્કનીમાં તડકાની મજા માણતા જોવા મળ્યા હતા. પરતું આ લુકમાં બંને કંઈક અલગ લાગી રહ્યા હતા જે જોઈને ફેન્સ અનેક સવાલો કરી રહ્યા છે.
કાન્સ 2024માં ઐશ્વર્યા રાયનો દબદબો
કાન્સ 2024 ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલના મેગાલોપોલિસ સ્ક્રીનિંગમાં ઐશ્વર્યા રાય બચ્ચન બ્લેક અને ગોલ્ડ બટરફ્લાય ડ્રેસમાં ચમકી હતી. આ દરમિયાન તેના હાથ પર બાંધેલી પટ્ટીએ સૌનું ધ્યાન ખેંચ્યું હતું. ઐશ્વર્યા રાય કાન્સમાં તેની તસવીરોથી સોશિયલ મીડિયા પર લોકપ્રિય છે.
લાડલી પુત્રી આરાધ્યા બચ્ચન સાથે દેખાઈ
આ ઈવેન્ટમાં ઐશ્વર્યા રાયની સાથે તેની વહાલી દીકરી આરાધ્યા બચ્ચન પણ જોવા મળે છે જે દરેક સમયે તેની માતાનું ધ્યાન રાખતી જોવા મળે છે. ઇવેન્ટ બાદ ઐશ્વર્યા રાય અને આરાધ્યાનોનો મેકઅપ લૂક પણ વાયરલ થઈ રહ્યો છે જેને જોઈને લોકો પોતાની આંખો પર વિશ્વાસ કરી શકતા નથી.
ઐશ્વર્યા રાય અને આરાધ્યાનો મેકઅપ લુક
જો લોકોનું માનીએ તો ઐશ્વર્યા રાય અને તેની પ્રિય પુત્રી આરાધ્યા બચ્ચન મેકઅપ વિના ખૂબ જ ખરાબ દેખાઈ રહી છે. આ મા-દીકરીની જોડીને ઘણી ટ્રોલ કરવામાં આવી રહી છે. જો લોકોનું માનીએ તો ઐશ્વર્યા રાય અને તેની પુત્રીની વાસ્તવિકતા કોઈ મેકઅપ વગરની તસવીરમાં સ્પષ્ટપણે સામે આવી રહી છે.
ઐશ્વર્યા રાયને ટ્રોલ કરવામાં આવી
તસવીરોમાં માત્ર ઐશ્વર્યા રાયની ઉમર દેખાતી નથી પરંતુ તેનું વજન પણ ઘણું વધી ગયું હોય તેવું લાગે છે. લોકો આ તસવીરો પર જોરદાર કમેન્ટ કરી રહ્યા છે અને તેમની મજાક ઉડાવી રહ્યા છે. જો કે કેટલાક લોકો ઐશ્વર્યા અને આરાધ્યાના વખાણ પણ કરી રહ્યા છે. ટિપ્પણી કરતી વખતે એક યુઝરે લખ્યું છે કે, ઐશ્વર્યા રાયને શું થયું... તે વિશ્વની સૌથી સુંદર મહિલા હતી. કોમેન્ટ કરતી વખતે એક વ્યક્તિએ લખ્યું હતું કે, હે ભગવાન ઐશ્વર્યા રાયનું વજન કેટલું વધી ગયું છે.
3D તત્વો સાથે ઐશ્વર્યાનું ગાઉન
ઐશ્વર્યા રાયે કાન ઈવેન્ટમાં મેગાલોપોલિસ સ્ક્રીનીંગ માટે 3D તત્વો સાથેનો ગાઉન પસંદ કર્યો હતો. ઐશ્વર્યા રાયે બ્લેક એન્ડ વ્હાઇટ ગાઉન પહેર્યું હતું જેના પર નાના સોનેરી રંગના ફૂલો જડેલા હતા. અભિનેત્રીનો ગાઉન બટરફ્લાય પેટર્ન પર બનાવવામાં આવ્યો હતો જે ખૂબ જ અનોખો અને સુંદર દેખાતો હતો. આ ગાઉનની સાથે ઐશ્વર્યાએ ગોલ્ડન કલરની ક્લાસી ઈયરિંગ્સ પહેરી હતી જે તેના લુકમાં ચાર્મ ઉમેરી રહી હતી.