ઐશ્વર્યા રાય બચ્ચને તેના પિતાની બર્થ એનિવર્સરી પર પુત્રી આરાધ્યાની 9 અનસીન તસવીરો શેર કરી છે. આ પહેલા જ ઐશ્વર્યા તેની પુત્રી આરાધ્યા સાથે બૂકે સાથે માતાના ઘરે પહોંચી હતી. ઐશ્વર્યા અને આરાધ્યા એકજેવા કપડામાં જોવા મળી. ઐશ્વર્યાએ સોશિયલ મીડિયા પર એકસાથે ઘણી તસવીરો શેર કરી છે, જેમાં આરાધ્યાની બાળપણથી લઈને અત્યાર સુધીની ઝલક જોવા મળે છે.
ઐશ્વર્યાએ પિતાને કર્યા યાદ
બોલીવુડ એક્ટ્રેસ ઐશ્વર્યા રાય હાલમાં જ તેની પુત્રી આરાધ્યા બચ્ચન સાથે વ્હાઈટ મેચિંગ સૂટમાં જોવા મળી હતી. ઐશ્વર્યા તેના પિતાની બર્થ એનિવર્સરી પર તેના ઘરે પહોંચી હતી, જ્યાં તેણે તેના પિતાને યાદ કર્યા હતા. તેણે એક પોસ્ટ દ્વારા તેમના પિતાને યાદ કર્યા, અને તેમને તેમના જીવનનો 'પ્રેમ' પણ ગણાવ્યો.
ઐશ્વર્યાએ કહી હાર્ટટચિંગ લાઈન
ઐશ્વર્યા રાયે તેના ઓફિશિયલ ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પરથી આ પોસ્ટ શેર કરી છે. તેની સાથે કેપ્શનમાં લખ્યું છે કે 'તમે મારા જીવનનો પ્રેમ છો.' તમને જન્મદિવસની ખૂબ ખૂબ શુભેચ્છાઓ. મારું હૃદય, મારી આત્મા, તમે હંમેશા રહેશો અને તેનાથી પણ વધુ...'. ઐશ્વર્યાએ આ પોસ્ટ સાથે ઘણી તસવીરો શેર કરી છે.
નાનાને યાદ કરતી જોવા મળી આરાધ્યા
પ્રથમ તસવીરમાં, આરાધ્યા બચ્ચન તેના સ્વર્ગસ્થ નાના કૃષ્ણરાજ રાયની તસવીરને સ્પર્શતી જોવા મળે છે. બીજી તસવીરમાં ઐશ્વર્યા રાય તેના પિતાની તસવીર સામે જોવા મળી રહી છે. ત્રીજી તસવીર એશ્વર્યા અને આરાધ્યાની સેલ્ફીની છે, જેમાં એશના પિતાની તસવીર પણ જોવા મળી રહી છે. ચોથી તસવીરમાં ઐશ્વર્યા રાયની માતા પણ જોવા મળે છે.