ઐશ્વર્યા રાય બચ્ચને અભિષેક બચ્ચન સાથે લગ્ન કર્યાને 17 વર્ષ થયા છે તેણે વર્ષ 2007માં અભિષેક સાથે લગ્ન કર્યા હતા. અભિનેત્રી લગ્ન બાદ બહુ ઓછી ફિલ્મોમાં જોવા મળે છે. જોકે ઐશ્વર્યા અભિષેક બચ્ચન સાથેના લગ્ન અને આરાધ્યાના ઉછેરમાં વ્યસ્ત રહેતી હતી. આ દિવસોમાં તેમના છૂટાછેડાની ચર્ચા છે.
કપલે કોઈ પુષ્ટિ આપી નથી
આ છૂટાછેડાની અફવાઓ પર અભિષેક બચ્ચન કે ઐશ્વર્યા રાય બચ્ચને કોઈ ટિપ્પણી કરી નથી. જોકે, બંને અલગ-અલગ જોવા મળે છે. રિપોર્ટ્સનું માનીએ તો ઐશ્વર્યા ઘણા સમય પહેલા બચ્ચન હાઉસ છોડી ચૂકી છે. આ અફવાઓ વચ્ચે ઐશ્વર્યાનો ઈન્ટરવ્યુ વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં ઐશ્વર્યા કહી રહી છે કે તેને કેવો પતિ જોઈએ છે.
ઐશ્વર્યા રાયે પ્રેમ અંગે કહી આ વાત
એક જૂના ઈન્ટરવ્યુમાં ઐશ્વર્યા રાયે કહ્યું હતું કે, 'હું ઈચ્છું છું કે જે પણ મારો પાર્ટનર હોય તે મને પાગલની જેમ પ્રેમ કરે. કારણ કે હું તેની સાથે સમાધાન કરી શકતી નથી. હું દિલથી ખૂબ જ રોમેન્ટિક છું તેથી હું ઇચ્છું છું કે મારો આદર્શ વ્યક્તિ રોમાંસ જાણતો હોય.
ઐશ્વર્યા રાયે આગળ કહ્યું હતું કે, આજના જમાનામાં આવું કરવું ખૂબ જ મુશ્કેલ છે કારણ કે અહીં માત્ર દેખાડો થાય છે. તમને જણાવી દઈએ કે ઐશ્વર્યા રાય અને અભિષેક બચ્ચનના છૂટાછેડાની અફવાઓએ તે સમયે જોર પકડ્યું જ્યારે બંને અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના લગ્નમાં અલગ-અલગ પહોંચ્યા. આ કપલે એક પણ વખત મીડિયા સામે પોઝ આપ્યો ન હતો જેના કારણે છૂટાછેડાની અફવાઓએ વેગ પકડ્યો હતો.
ઐશ્વર્યા રાય દુબઈ પહોંચી
ઐશ્વર્યા રાય બચ્ચન ઘણી ઇવેન્ટ્સમાં જોવા મળે છે. હાલમાં જ તે SIMAA એવોર્ડ ફંક્શન માટે દુબઈ પહોંચી હતી. ઐશ્વર્યા છેલ્લે પોનીયિન સેલવાનમાં જોવા મળી હતી. અભિષેક પણ લંડન જઈ રહ્યો છે જ્યાં રિતેશ દેશમુખ અને અક્ષય કુમાર સાથે હાઉસફુલ 5નું શૂટિંગ થવાનું છે.