ઐશ્વર્યા રાય, અભિષેક બચ્ચન અને અમિતાભ બચ્ચન કોઈને કોઈ કારણોસર ચર્ચામાં રહે છે. હાલમાં જ આરાધ્યા બચ્ચનના સ્કુલના એન્યુઅલ ફંક્શનમાં આખો પરિવાર સાથે જોવા મળ્યો હતો. આ ઈવેન્ટ દરમિયાનનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.
આ વીડિયોમાં અમિતાભ બચ્ચન પણ જોવા મળી રહ્યા છે. ઐશ્વર્યાએ એવું કંઈક કર્યું જેનાથી લોકોને ખ્યાલ આવી ગયો કે તેના સસરા સાથે ખૂબ સારા સંબંધો છે. વાયરલ થઈ રહેલા વીડિયોમાં ઐશ્વર્યા, અભિષેક અને અમિતાભ બચ્ચન એકસાથે કારમાંથી બહાર નીકળતા જોવા મળે છે. આ સમય દરમિયાન, તે બધા આરાધ્યા બચ્ચનના સ્કૂલ ફંક્શનમાં આવ્યા હતા.
ઐશ્વર્યા રાયે અમિતાભ બચ્ચનનું રાખ્યું ધ્યાન
વીડિયોમાં અમિતાભ બચ્ચનને આરાધ્યાના સ્કૂલ ફંક્શન માટે કારમાંથી નીચે ઉતરતા જોવા મળે છે. આ દરમિયાન અભિષેક બચ્ચન અને ઐશ્વર્યા રાય બચ્ચન પણ જોવા મળે છે. અમિતાભ બચ્ચન આગળ વધતાં જ ઐશ્વર્યા રાય બચ્ચન તેમનો હાથ પકડીને આગળ વધવા લાગે છે.
આ વાયરલ વીડિયો ફેન્સને ખૂબ પસંદ આવી રહ્યો છે. ફેન્સ કહે છે કે આ એક સારો વીડિયો છે જે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. આ સમય દરમિયાન અભિષેક બચ્ચન પણ ખૂબ ખુશ જોવા મળી રહ્યો છે. આ વીડિયો crazy4bolly દ્વારા ઈન્સ્ટાગ્રામ પેજ પર શેર કરવામાં આવ્યો છે. તમને જણાવી દઈએ કે વીડિયો સામે આવતાની સાથે જ ફેન્સ પ્રતિક્રિયાઓ પણ આવી રહી છે.
ફેન્સે આપી પ્રતિક્રિયા
આ વાયરલ વીડિયો પર લોકો આશ્ચર્યજનક કોમેન્ટ પણ કરી રહ્યા છે. એક યુઝરે લખ્યું છે કે "કદાચ તેઓએ તેમને સાથે જોવા માટે દબાણ કર્યું હશે... તેના વિશે વિચાર્યું?" બીજાયુઝરે લખ્યું છે કે "દાદી જયા ન આવી? આ સિવાય અન્ય યુઝરે લખ્યું છે કે "બધાને સાથે જોઈને આનંદ થયો." ફેન્સ આવી પ્રતિક્રિયા આપી રહ્યા છે.