અજય દેવગનની નવી ફિલ્મ 'રેડ 2' અત્યારે બોક્સ ઓફિસ પર જોરદાર ધમાલ મચાવી રહી છે. અભિનેતા અજય દેવગણની આ ફિલ્મ તેની બોલીવુડની હિટ ફિલ્મોની યાદીમાં સ્થાન પામી છે. 2 સપ્તાહ પહેલા રિલીઝ થયેલ આ ફિલ્મ અત્યારે સિનેમાઘરોમાં ધૂમ મચાવી રહી છે. ગત સપ્તાહે એટલે કે મે મહિનાના આરંભમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવ જેવી સ્થિતિ હતી. હાલમાં અત્યારે બંને દેશો વચ્ચે યુદ્ધ વિરામની જાહેરાત બાદ સ્થિતિ સામાન્ય બની છે ત્યારે બોક્સ ઓફિસ પર 'રેડ 2' ફિલ્મ બમ્પર કમાણી કરવામાં સફળ રહી તે આ ફિલ્મનું જમાપાસુ કહેવાય.
બોક્સ ઓફિસ પર ફરી શરૂઆત
રેડ-2 ફિલ્મ અઠવાડિયા પહેલા, સિનેમાઘરોમાં આવી હતી. ફિલ્મની શરૂઆત સારી હતી પણ વચ્ચે થોડી ધીમી પડી ગઈ. ભારત અને પાકિસ્તાન વચ્ચે ચાલી રહેલા તણાવને કારણે 'રેડ 2' ની કમાણી પર પણ અસર પડી હતી. યુદ્ધ વિરામ બાદ છેલ્લા 3-4 દિવસથી આ ફિલ્મે ફરી બોક્સ ઓફિસ પર જોર પકડ્યું છે. તમને જણાવી દઈએ કે દિગ્દર્શક રાજ કુમાર ગુપ્તાની આ ફિલ્મે માત્ર 2 દિવસમાં રેકોર્ડબ્રેક કમાણી કરી છે. પહેલા સોમવારની સરખામણીમાં, બીજા સોમવારે 'રેડ 2' ની કમાણીમાં થોડો ઘટાડો થયો છે. અજય દેવગણે બોક્સ ઓફિસ પર અક્ષય કુમારની 'કેસરી ૨' અને સની દેઓલની 'જાટ'ને હરાવી દીધી છે. 'જાટ'એ અત્યાર સુધીમાં 87.5 કરોડ રૂપિયાની કમાણી કરી છે. જ્યારે 'કેસરી 2' એ 87.50 કરોડ રૂપિયાની કમાણી કરી છે.
અજય દેવગણની શ્રેષ્ઠ ફિલ્મોમાં સ્થાન
ફિલ્મના બોક્સ ઓફિસના આંકડા મુજબ, અજય દેવગનની ફિલ્મે આ ફિલ્મે પહેલા અઠવાડિયામાં 95.75 કરોડ રૂપિયાની કમાણી કરી હતી. અને ફિલ્મે માત્ર 2 અઠવાડિયામાં સ્થાનિક બોક્સ ઓફિસ પર 125.75 કરોડ રૂપિયાની કમાણી કરી છે. બે અઠવાડિયામાં આટલી કમાણી સાથે, 'રેડ 2' અજય દેવગનના કરિયરની આઠમી સૌથી મોટી ફિલ્મ બની ગઈ છે. તમને જણાવી દઈએ કે 'તાનાજી', 'ગોલમાલ અગેન' અને 'દ્રશ્યમ 2' જેવી ફિલ્મો અજય દેવગનની સૌથી વધુ કમાણી કરનારી ફિલ્મોની યાદીમાં હાજર છે. 'રેડ 2' આ યાદીમાં આઠમા સ્થાને છે.
છાવાને ટક્કર આપવા મેદાને 'રેડ 2'
125 કરોડની કમાણી સાથે, અજય દેવગનની 'રેડ 2' ફિલ્મ 2025ની મોટી ફિલ્મોની યાદીમાં સામેલ થઈ છે. અજય દેવગણની આ ફિલ્મ અત્યાર સુધીની બ્લોક બસ્ટર હિટ થયેલી છાવાને ટક્કર આપવા મક્કમ ગતિએ આગળ વધી રહી છે. આ વર્ષની બોલીવુડની મોટી હિટ ફિલ્મમાં છાવાએ મેદાન માર્યું છે. અત્યાર સુધીમાં છાવાએ 781.87 કરોડની કમાણી કરી છે જ્યારે સ્કાય ફોર્સે 145 કરોડની કમાણી કરી હતી. વિક્કી કૌશલ અભિનીત છાવા ફિલ્મ છત્રપતિ સંભાજી મહારાજના જીવન પર આધારિત છે. પ્રેક્ષકો તેની ભાવનાત્મક વાર્તા કહેવાની, શક્તિશાળી દ્રશ્યો અને ભવ્ય કદથી મંત્રમુગ્ધ થયા હતા
જવાન ફિલ્મને આપી ટક્કર
અગાઉ શાહરૂખ ખાનની ફિલ્મ 'જવાન' રિલીઝ થયાના 15મા દિવસે બોક્સ ઓફિસ 530 કરોડ રૂપિયાનો આંકડો પાર કર્યો હતો. જવાન ફિલ્મ ૭ સપ્ટેમ્બર, જન્માષ્ટમીના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થઈ હતી અને ભારતમાં પ્રથમ દિવસે ₹ ૭૫ કરોડનો રેકોર્ડ તોડ્યો હતો . શાહરૂખખાનની સેકન્ડ ઇનિંગ તરીકે ગણાતી આ ફિલ્મે બોકસ ઓફિસ પર અસાધારણ રીતે સારું પ્રદર્શન કર્યું હતું. પહેલા અઠવાડિયાના અંત સુધીમાં, તેણે ₹ ૩૮૯ કરોડની કમાણી કરી લીધી હતી અને બીજા અઠવાડિયામાં તેણે ₹ ૧૩૬.૯ કરોડની કમાણી કરી હતી.અજય દેવગણની રેડ-2 ફિલ્મ બે સપ્તાહમાં 125 કરોડની કમાણી સાથે શાહરૂખખાનની જવાનને પણ ટક્કર આપી રહી છે.