બોલીવુડ અભિનેતા અજય દેવગનની બ્લોકબસ્ટર ફ્રેન્ચાઇઝી ફિલ્મ 'દ્રશ્યમ' ના ત્રીજા ભાગ અંગે અપડેટ આવી ગયું છે. ગઈકાલે સોશિયલ મીડિયા પર ચર્ચા થઈ હતી કે ત્રીજો ભાગ આવવાનો છે. હવે નિર્માતાઓ દ્વારા એક સત્તાવાર નિવેદન જાહેર કરવામાં આવ્યું છે.


અજય દેવગણ અને પેનોરમા સ્ટુડિયો દ્વારા ઇન્સ્ટાગ્રામ પર એક પોસ્ટ શેર કરવામાં આવી છે, જેમાં 'દ્રશ્યમ 3' ની પુષ્ટિ કરવામાં આવી છે. એટલું જ નહીં, નિર્માતાઓએ ફિલ્મની રિલીઝ તારીખ અંગે અપડેટ પણ જાહેર કર્યું છે. જેમા ફેન્સને ખબર પડી કે વિજય સાલગાંવકર પાછો ફરવાનો છે, તેમની ખુશીનો પાર ન રહ્યો.

મેકર્સે પોસ્ટ શેર કરી

'દ્રશ્યમ 3' ના નિર્માતા પેનોરમા સ્ટુડિયોએ તેના સત્તાવાર ઇન્સ્ટાગ્રામ પર એક પોસ્ટ શેર કરી છે. આ પોસ્ટમાં, ફિલ્મના ત્રીજા ભાગ વિશે અપડેટ આપવામાં આવ્યું છે. પોસ્ટમાં લખ્યું છે, 'અને તે થઈ રહ્યું છે!! અજય દેવગણ-અભિષેક પાઠકે તેમની આગામી ફિલ્મની રિલીઝ તારીખ જાહેર કરી અને આગળ લખ્યું કે ફેમિલી થ્રિલર ફિલ્મ 2 ઓક્ટોબર 2026 ના રોજ રિલીઝ થશે. આ ફિલ્મનું નિર્માણ પેનોરમાસ્ટુડિયો અને વાયાકોમ18 દ્વારા કરવામાં આવશે.


રિલીઝ તારીખ થઈ ગઈ કન્ફર્મ

નિર્માતાઓ દ્વારા બહાર પાડવામાં આવેલી આ પોસ્ટ દ્વારા જણાવવામાં આવ્યું છે કે 'દ્રશ્યમ 3' આવતા વર્ષે 2 ઓક્ટોબર 2026 ના રોજ ગાંધી જયંતિ નિમિત્તે સિનેમાઘરોમાં રિલીઝ થશે. સ્વાભાવિક છે કે, અગાઉ પેનોરમા સ્ટુડિયોના કથિત કરારનો ખુલાસો સોશિયલ મીડિયા યુઝર્સ દ્વારા કરવામાં આવ્યો હતો. તે પત્રમાં કહેવામાં આવ્યું હતું કે 'દ્રશ્યમ 3' રિલીઝ થવાની છે. હવે નિર્માતાઓએ આખરે આ બાબતની પુષ્ટિ કરી છે.

ફેન્સ જાહેરાતથી થયા ખુશ

બીજી તરફ, 'દ્રશ્યમ 3' ની અપડેટ આવતાની સાથે જ ફેન્સ ખૂબ જ ખુશ થઈ ગયા છે. ફેન્સ તેના પોસ્ટ પર ટિપ્પણી કરી રહ્યા છે અને દિલવાળા ઇમોજી શેર કરી રહ્યા છે. ફેન્સનો આ ઉત્સાહ જોઈને અનુમાન લગાવી શકાય છે કે તે 'દ્રશ્યમ 3' ની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. ઉલ્લેખનીય છે કે અજય દેવગનની 'દ્રશ્યમ' ફિલ્મ 2015માં રિલીઝ થઈ હતી. આ પછી 2022માં 'દ્રશ્યમ 2' ફિલ્મ રિલીઝ થઈ હતી જેણે વિશ્વભરમાં બોક્સ ઓફિસ પર 342.31 કરોડ રૂપિયાની કમાણી કરી હતી.


  • Follow us on: