• મુંબઈ એરપોર્ટ પર જોવા મળ્યા એક્ટર
  • પીઠ પર લાલ આંખની LED બેગ સાથે મળ્યા જોવા
  • અંદાજે 35 હજાર રૂપિયાની કિંમતની છે આ બેગ

બોલિવૂડના ખેલાડી અક્ષય કુમાર હાલમાં જ મુંબઈ એરપોર્ટ પર સ્પોટ થયા. આ સમયે લોકોની નજર એક્ટરની એલઈડી બેગ પર રહી. આ બેગને અક્ષય કુમાર પીઠ પર ટાંગીને જઈ રહ્યા છે. આ બેગ પર ડિસ્પ્લે થતી આંખના કારણે આ બેગ લાખો લોકોને એટ્રેક્ટ કરી રહી છે. અક્ષય કુમારની આ બેગનો વીડિયો જેવો વાયરલ થયો કે તરત જ તેની કિંમત પણ ચર્ચામાં આવી ગઈ.


[[$googlead]]

[[$alsoread]]

બ્લેક લૂકમાં અક્ષય કુમાર

અક્ષય કુમાર મુંબઈ એરપોર્ટ પર બ્લેક કલરના ટ્રાઉઝર, તે રંગની ટી-શર્ટ અને વ્હાઈટ કલરના શૂઝ પહેરેલા જોવા મળ્યા. આ સાથે જ લૂકને સનગ્લાસથી કમ્પ્લીટ કર્યો છે. અક્ષયે પાપારાઝીને જોયા તો તમામનો આભાર માન્યો.

 

અક્ષય કુમારની બેગની કિંમત

અક્ષય જેવા ફર્યા કે તેમની પાછળની સાઈડ પર એક ક્લાસી બેગ પણ છે. આ બેગમાં રેડ કલરની એલઈડી આંખો પણ ડિસ્પ્લે થઈ રહી છે. આ બેગમાં બનેલી આંખો ચમકી રહી છે. આ બેગને જેણે પણ જોઈ તે બસ જોતા જ રહી ગયા. બેગની કિંમતને લઈને પણ ચર્ચાઓ ચાલી રહી છે. આ એલઈડી બેગની કિંમત 9 હજાર રૂપિયાથી શરૂ થઈને 35 હજાર રૂપિયા સુધીની છે. અક્ષય કુમારની બેગની કિંમત 35000 રૂપિયાની આસપાસ હોવાનું અનુમાન છે.

યૂઝર્સ કરી રહયા છે કમેન્ટ

આ બેગપેકની સાથે અક્ષય કુમારનો આ વીડિયો વાયરલ થયો તો યૂઝર્સ સતત કમેન્ટ કરવા લાગ્યા. અક્ષય કુમારે હાલમાં પોતાની ફિલ્મના ઓહ માય ગોડ-ઓએમજી-2નું શૂટિંગ શિડ્યુલ પૂરું કર્યું છે. અક્ષય કુમારી વાત કરીએ તો છેલ્લા કેટલાક સમયથી એક પછી એક 6 ફિલ્મો ફ્લોપ થઈ છે. આ ફિલ્મોના ફ્લોપ થવાથી અક્ષય કુમારના હાથથી અનેક ફિલ્મો નીકળી છે. 

  • Follow us on: