• આલિયા ભટ્ટ વોટ ન કરતા નાગરિકતા અંગે ચર્ચા છેડાઈ
  • આલિયા ભટ્ટની એક ક્રિપ્ટિક પોસ્ટ સોશિયલ મીડિયા પર વાયરલ
  • 'કોઈપણ તર્ક ભલે ગમે તેટલો મજબૂત હોય, પ્રેમ શબ્દને હરાવી શકે નહીં'

મહારાષ્ટ્રમાં લોકસભા ચૂંટણીના પાંચમા તબક્કા હેઠળ 20 મેના રોજ મતદાન થયું હતું. આ વોટિંગમાં બોલિવૂડ સેલેબ્સે ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. મત આપવા માટે સવારથી જ સેલેબ્સ મતદાન મથક પર પહોંચી ગયા હતા. અક્ષય કુમારથી લઈને શાહરૂખ ખાન, સલમાન ખાન સુધીના તમામ સ્ટાર્સે વોટિંગ કર્યું હતું. આ દિવસોમાં રણબીર કપૂર નિતેશ તિવારીની ફિલ્મમાં વ્યસ્ત છે અને મતદાન માટે સમય કાઢ્યો છે. આ દરમિયાન આલિયા ભટ્ટ ગાયબ રહી હતી અને તેની નાગરિકતા અંગે ચર્ચા છેડાઈ છે. આલિયા ભારતીય નાગરિક નથી. તેની પાસે બ્રિટિશ પાસપોર્ટ છે. સોશિયલ મીડિયા પર આ અંગે ઘણી ચર્ચા ચાલી રહી છે.

આલિયા ભટ્ટે હજુ સુધી નાગરિકતા અંગેની ચર્ચા પર કોઈ પ્રતિક્રિયા આપી નથી પરંતુ તેણે એક ક્રિપ્ટિક પોસ્ટ શેર કરી છે. જે વાયરલ થઈ રહ્યી છે. જોકે, આલિયાએ આ પોસ્ટમાં નાગરિકતા સંબંધિત કંઈ લખ્યું નથી.


આલિયાની આ પોસ્ટ વાયરલ

આલિયાએ પોતાની ઈન્સ્ટાગ્રામ સ્ટોરી પર લખ્યું હતું કે, 'કોઈપણ તર્ક ભલે ગમે તેટલો મજબૂત હોય, પ્રેમ શબ્દને હરાવી શકે નહીં.' આ સાથે તેણે ધ ગુડ વર્ડ હેશટેગ પણ ઉમેર્યું હતું. તેમની આ પોસ્ટ ખૂબ જ વાયરલ થઈ રહી છે.

આલિયા પાસે બ્રિટિશ નાગરિકતા

આલિયાએ તેની હોલીવુડ ફિલ્મ હાર્ટ ઓફ સ્ટોનના પ્રમોશન દરમિયાન તેની નાગરિકતાની પુષ્ટિ કરી હતી. પ્રમોશન દરમિયાન આલિયાને તેની નાગરિકતા વિશે પૂછ્યું અને આલિયાએ પુષ્ટિ કરી હતી કે તેની પાસે બ્રિટિશ નાગરિકતા છે. આલિયાએ જણાવ્યું હતું કે તેની માતાનો જન્મ બર્મિંગહામમાં થયો હતો જ્યારે તે પોતે ભારતમાં જન્મી અને ઉછરી હતી.

વર્ક ફ્રન્ટની વાત કરીએ તો, આલિયા ભટ્ટ છેલ્લે રણવીર સિંહ સાથે રોકી ઔર રાની કી પ્રેમ કહાનીમાં જોવા મળી હતી. આ ફિલ્મ હિટ સાબિત થઈ હતી. હવે આલિયા ટૂંક સમયમાં જીગ્રામાં જોવા મળશે. આ સિવાય સંજય લીલા ભણસાલીની લવ એન્ડ વોરમાં જોવા મળશે.


  • Follow us on: