• આલિયા ભટ્ટ તાજેતરમાં જ મુંબઈની સેન્ટ રેજીસ હોટેલમાં જોવા મળી
  • GQની મેન ઓફ ધ યરની ઈવેન્ટમાં આલિયા ભટ્ટનો સિઝલીંગ અવતાર
  • આલુ કહીને બોલાવતા આલિયાએ આવી આપી પ્રતિક્રિયા

આલિયા ભટ્ટ બોલિવૂડની સૌથી પ્રતિભાશાળી અભિનેત્રીઓમાંની એક છે. આલિયા ભટ્ટે પોતાના કરિયરમાં અત્યાર સુધી ઘણી સુપર ડુપર હિટ ફિલ્મો આપી છે. તાજેતરમાં, અભિનેત્રીને 'ગંગુબાઈ કાઠિયાવાડી'માં તેના દમદાર અભિનય માટે રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કારથી પણ સન્માનિત કરવામાં આવી હતી. આ બધાની વચ્ચે આલિયા ભટ્ટ તાજેતરમાં જ મુંબઈની સેન્ટ રેજીસ હોટેલમાં GQની મેન ઓફ ધ યર ઈવેન્ટમાં જોવા મળી હતી. આ દરમિયાન જ્યારે પેપ્સે અભિનેત્રીને તેના હુલામણા નામથી બોલાવ્યા ત્યારે આલિયાની પ્રતિક્રિયા પણ જોવા જેવી હતી.

[[$googlead]]

[[$alsoread]]

આલુ કહીને બોલાવતા આલિયાએ આવી આપી પ્રતિક્રિયા

GQની મેન ઓફ ધ યર ઇવેન્ટમાં આલિયા ખૂબ જ ગ્લેમરસ અવતારમાં આવી હતી. મેચિંગ હીલ્સ અને સ્ટ્રેટ હેર સાથે મરૂન પ્લેન આફટફિટમાં અભિનેત્રી ખૂબ જ સુંદર દેખાતી હતી. આલિયાને તેના આઉટફિટ માટે ઘણી પ્રશંસા મળી હતી. આ સમય દરમિયાન, અભિનેત્રી પેપ્સ સાથે મસ્તી કરતી જોવા મળી હતી, જે હવે ખૂબ વાયરલ થઈ ગઈ છે. વાસ્તવમાં, જ્યારે આલિયા ઇવેન્ટમાં કેમેરા માટે પોઝ આપી રહી હતી, ત્યારે પાપારાઝીએ તેને તેના હુલામણું નામ "આલૂ જી" થી બોલાવી હતી. આ સાંભળીને આલિયા પહેલા તો મૂંઝવણમાં જોવા મળી અને પછી તેણે આ અંગે પ્રતિક્રિયા આપતા કહ્યું કે, આલુ જી, નવું શું શરૂ થયું છે? આ પછી જ્યારે લોકોએ તેના લુકના વખાણ કર્યા ત્યારે તે હસી પડી.

https://www.instagram.com/reel/Cz9NLBfSyOR/

આલિયા ભટ્ટ વર્ક ફ્રન્ટ

આલિયા ભટ્ટના વર્ક ફ્રન્ટ વિશે વાત કરીએ તો, અભિનેત્રી છેલ્લે કરણ જોહરની ફિલ્મ 'રોકી ઔર રાની કી પ્રેમ કહાની'માં રણવીર સિંહ સાથે સ્ક્રીન શેર કરતી જોવા મળી હતી. આ ફિલ્મે બોક્સ ઓફિસ પર શાનદાર પ્રદર્શન કર્યું હતું અને આલિયાની એક્ટિંગની સાથે તેની સાડીના પણ ખૂબ વખાણ થયા હતા. આલિયા હાલમાં વાસન બાલાના નિર્દેશનમાં બની રહેલી તેની આગામી ફિલ્મ 'જીગરા'નું શૂટિંગ કરી રહી છે. આ ફિલ્મમાં આલિયા ન માત્ર લીડ હીરોઈન છે પરંતુ તે કરણ જોહર સાથે કો-પ્રોડ્યુસર પણ છે.

  • Follow us on: