• અનંત-રાધિકાના લગ્નમાં આલિયા ભટ્ટ સુંદર સાડી પહેરીને પહોંચી
  • આલિયાએ પહેરેલી આ સાડી 160 વર્ષ જૂની છે
  • આલિયા ભટ્ટની તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ

અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના લગ્નમાં આલિયા ભટ્ટ સુંદર સાડી પહેરીને પહોંચી હતી. ત્યારે હવે આલિયાનો આ લુક ખૂબ ચર્ચામાં જોવા મળી રહ્યો છે. પરંતુ શું તમે જાણો છો આલિયાએ પહેરેલી આ સાડી 160 વર્ષ જૂની છે. 12 જુલાઇના રોજ અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના લગ્ન થયા હતા. તેમના લગ્નમાં બોલિવૂડના તમામ મોટા સ્ટાર્સનો મેળાવડો જોવા મળ્યો હતો. ત્યારે આલિયા ભટ્ટની કેટલીક તસવીરો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે.

આલિયા ભટ્ટનો લુક સોશિયલ મીડિયા પર છવાયો

અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના લગ્નમાં આલિયા ભટ્ટનો લુક સોશિયલ મીડિયા પર છવાય રહ્યો છે. જેમાં તેણે સુંદર સાડી પહેરી હતી. આ સાડી ખૂબ જ ખાસ છે કારણ કે, આ સાડી 160 વર્ષ જૂની છે. અનંત-રાધિકાના લગ્નમાં પહેરેલી સાડીમાં આલિયાએ સોશિયલ મીડિયામાં તસવીરો શેર કરી છે.

ફેશન ડિઝાઇનર મનીષ મલ્હોત્રાના કલેક્શનનો ભાગ

અહેવાલ અનુસાર, આલિયાની આ સાડી બનાવવામાં 99 ટકા શુદ્ધ ચાંદી અને 6 ગ્રામ સોનાનો ઉપયોગ કરવામાં આવ્યો છે. આ સાડી પ્રખ્યાત બોલિવૂડ ફેશન ડિઝાઇનર મનીષ મલ્હોત્રાના કલેક્શનનો એક ભાગ છે. કહેવામાં આવી રહ્યું છે કે આ સાડી ગુજરાતમાં બનાવવામાં આવી છે. આ સિલ્ક સાડીની બોર્ડરમાં ઝરી વર્ક પણ છે. આલિયાએ આ સુંદર સાડી સાથે હેન્ડ એમ્બ્રોઇડરી કરેલું બ્લાઉઝ કેરી કર્યું હતું. આ લુકમાં તે ખૂબ જ સુંદર લાગી રહી હતી.

 અનંત-રાધિકાના લગ્નનો આલિયાનો વીડિયો પણ સામે આવ્યો

આ તસવીરોની સાથે અનંત-રાધિકાના લગ્નનો આલિયાનો વીડિયો પણ સામે આવ્યો છે. વીડિયોમાં તે તેના પતિ રણબીર કપૂર સાથે પહોંચી હતી. રણબીર સિલ્વર કલરની શેરવાનીમાં જોવા મળ્યો હતો. જોકે, આલિયા અને રણબીર 'બ્રહ્માસ્ત્ર' પછી ફરી એકવાર સિલ્વર સ્ક્રીન પર સાથે જોવા મળવાના છે. સંજય લીલા ભણસાલી 'લવ એન્ડ વોર' નામની ફિલ્મ બનાવી રહ્યા છે, જેમાં આલિયા-રણબીર સાથે વિકી કૌશલ પણ લીડ રોલમાં જોવા મળશે. આ ફિલ્મ ડિસેમ્બર 2025માં સિનેમાઘરોમાં આવશે.


  • Follow us on: