- સલમાન ખાનના ઘરે ફાયરિંગને લઈને તમામ પ્લાનિંગ અને ષડયંત્રનો ખુલાસો
- આરોપી રફીક ચૌધરીનું ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈના ભાઈ અનમોલ સાથે કનેક્શન
- 5માં આરોપીને મુંબઈની કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો
સલમાન ખાન ફાયરિંગ કેસમાં એક મોટું અપડેટ સામે આવ્યું છે. હાલમાં જ આ કેસમાં 5મા આરોપીની ધરપકડ કરવામાં આવી છે. મુંબઈ પોલીસની ક્રાઈમ બ્રાન્ચે મંગળવારે એટલે કે 7 મેના રોજ રાજસ્થાનમાંથી આ કેસમાં 5માં આરોપીની ધરપકડ કરી છે. હવે તે આરોપી અંગે અનેક નવા ખુલાસા થઈ રહ્યા છે. ધીમે-ધીમે સલમાન ખાનના ઘરે ફાયરિંગને લઈને તમામ પ્લાનિંગ અને ષડયંત્રનો ખુલાસો થઈ રહ્યો છે. હવે આ કેસમાં એક નવું અપડેટ આવ્યું છે. આ કેસમાં નવા આરોપીની ભૂમિકા બહાર આવી છે.
5મા આરોપીનું બિશ્નોઈ સાથે કનેક્શન
સલમાન ખાન ફાયરિંગ કેસમાં હવે જે આરોપીની ધરપકડ કરવામાં આવી છે તેનું નામ મોહમ્મદ રફીક ચૌધરી છે. અત્યાર સુધીમાં ખબર પડી ગઈ હતી કે રફીકે બંને શૂટરોને મદદ કરી હતી. તેણે સલમાન ખાનના ગેલેક્સી એપાર્ટમેન્ટની રેકી કરી હતી અને શૂટર્સને પૈસા પણ આપ્યા હતા. પરંતુ હવે આ કેસમાં તેના પાત્રને લઈને વિગતો બહાર આવી રહી છે. તેમજ હવે રફીક ચૌધરીના ફેમસ ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈના ભાઈ અનમોલ બિશ્નોઈ સાથેનું કનેક્શન પણ સામે આવ્યું છે.
અનમોલ બિશ્નોઈ માટે આ ખાસ કામ કર્યું
મીડિયા રિપોર્ટ્સમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે 5મો આરોપી રફીક ચૌધરી સલમાન ખાન અને તેના ઘરની રેકી દ્વારા બનાવેલા વીડિયો સીધા અનમોલ બિશ્નોઈને મોકલતો હતો. હાલમાં આ વ્યક્તિ બિશ્નોઈ માટે કયા પ્રકારનું કામ કરતો હતો અને આ કેસમાં તેને અન્ય ક્યા કામો સોંપવામાં આવ્યા હતા તેની તપાસ ચાલી રહી છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે આ આરોપીએ અભિનેતાના ઘરની ઘણી વખત રેકી કરી હતી અને તેણે તેનો વીડિયો પણ બિશ્નોઈને મોકલ્યો હતો. રફીક ચૌધરીનો અનમોલ સાથે સીધો સંપર્ક હતો.
5મા આરોપીએ શૂટરોની કરી મદદ
તે જ સમયે, 5માં આરોપીને મુંબઈની કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો છે અને હવે તેને 13 મે સુધી પોલીસ કસ્ટડીમાં રાખવામાં આવ્યો છે. તમને જણાવી દઈએ કે અન્ય આરોપીઓની પૂછપરછ અને તેના ફોનની તપાસ કર્યા બાદ તેનું નામ બહાર આવ્યું હતું. આ વ્યક્તિ પર આરોપ છે કે તેણે બંને શૂટર્સને બાઇક ખરીદવા અને પનવેલમાં ઘર ભાડે આપવા માટે પૈસાની મદદ કરી હતી. હવે જોવાનું એ રહે છે કે આ કેસમાં શું નવું સત્ય બહાર આવે છે.