અલ્લુ અર્જુનની 'પુષ્પા 2' સુપર ડુપર હિટ જઇ રહી છે. આ ફિલ્મને લઇને ચોમેર વખાણ થઇ રહ્યા છે પરંતુ ફિલ્મ રિલીઝ અગાઉ થયેલા પ્રિમીયરમાં થયેલી નાસભાગને કારણે અલ્લુ અર્જુનની મુશ્કેલી વધી છે. આ નાસભાગમાં એક મહિલાનું મોત જ્યારે એક બાળક ઇજાગ્રસ્ત થયો હતો. આ મામલે અલ્લુ અર્જુન હૈદરાબાદ પોલીસ સમક્ષ હાજર થયો છે. મહત્વનું છે કે 23 ડિસેમ્બરે નોટિસ મોકલીને અલ્લુ અર્જુનને પૂછપરછ માટે બોલાવવામાં આવ્યા હતા.
અલ્લુ અર્જુનના ઘરે કડક સુરક્ષા વ્યવસ્થા
મહત્વનું છે કે આ પહેલા રવિવારે 22 ડિસેમ્બરના રોજ જ્યુબિલી હિલ્સ સ્થિત એક્ટર અલ્લુ અર્જુનના ઘર પર હુમલો કર્યો હતો અને તોડફોડ કરી હતી. જે બાદ પોલીસે આરોપીઓની ધરપકડ કરી હતી. જો કે આરોપીઓને સોમવારે જામીન મળી ગયા હતા. આરોપીઓના વકીલે દલીલ કરી હતી કે આરોપીઓ અભિનેતાના ઘરે શાંતિપૂર્ણ વિરોધ કરવા ગયા હતા પરંતુ ત્યાં હાજર પોલીસકર્મીઓએ તેમના પર હુમલો કર્યો હતો. આ પછી આરોપીએ જે કંઈ કર્યું તે સ્વબચાવમાં કર્યું. વકીલની દલીલ સાંભળ્યા બાદ કોર્ટે તમામ છ આરોપીઓને કોઈપણ શરત અને દંડ વગર જામીન આપ્યા હતા. આ ઘટનાને પગલે હાલમાં અભિનેતાના ઘરની બહાર સુરક્ષા વ્યવસ્થા કડક કરવામાં આવી છે.
દીકરી અને પત્ની અભિનેતાની સાથે
ચિક્કાડપલ્લી પોલીસ સ્ટેશન માટે પોતાના ઘરેથી નીકળતી વખતે અલ્લુ અર્જુને તેની પુત્રીને વ્હાલ કરતા જોવા મળ્યા હતા. આ દરમિયાન અભિનેતાની પત્ની સ્નેહા પણ જોવા મળી હતી.