ફેમસ એક્ટર અલ્લુ અર્જુનને સંધ્યા થિયેટર નાસભાગ કેસમાં મોટી રાહત મળી છે. હૈદરાબાદની નામપલ્લી કોર્ટે પુષ્પા 2 ના સ્ક્રિનિંગ દરમિયાન નાસભાગમાં 35 વર્ષીય મહિલાના મૃત્યુની તપાસના સંબંધમાં અલ્લુ અર્જુનને નિયમિત જામીન મંજૂર કર્યા છે.કોર્ટે અલ્લુ અર્જુનને જામીનની શરતોના ભાગરૂપે દરેકને 50 હજાર રૂપિયાના બે જામીન રજૂ કરવાનો નિર્દેશ આપ્યો છે.

શું છે સંધ્યા થિયેટરનો મામલો ? 

આ ઘટના 4 ડિસેમ્બરે બની હતી. જ્યારે પુષ્પા-2 રિલીઝ થઈ હતી. હૈદરાબાદમાં સવારે 3 વાગ્યાથી ફિલ્મના શૉ યોજાયા હતા. પુષ્પા-2નો પ્રીમિયર શો સંધ્યા થિયેટરમાં યોજાયો હતો. અલ્લુની ફિલ્મનો ફર્સ્ટ ડે શો જોવા માટે ચાહકો આતુર હતા. થિયેટરની બહાર ચાહકોની ભીડ હતી. લોકો નાચી રહ્યા હતા. તેઓ ઢોલ વગાડતા હતા. ઘણા લોકો ફટાકડા ફોડતા પણ જોવા મળ્યા હતા.

આ સ્ક્રિનિંગ દરમિયાન લોકો જ્યારે અચાનક સાંભળ્યું કે અલ્લુ અર્જુન સ્ક્રીનિંગમાં હાજરી આપવા જઈ રહ્યો છે ત્યારે લોકોની ભીડ કાબૂ બહાર જતી રહી. અહીંથી સમગ્ર મામલો શરૂ થયો હતો. અલ્લુ અર્જુનને જોવા માટે ભારે હોબાળો મચી ગયો હતો. સ્ટારને જોવા માટે મચેલી નાસભાગમાં એક મહિલાનું મોત થયું હતું, જ્યારે તેનો 8 વર્ષનો પુત્ર ખાનગી હોસ્પિટલમાં દાખલ છે.

નાસભાગમાં મહિલાનું મોત

આ મહિલા દિલસુખનગરની રહેવાસી હતી. તેનું નામ રેવતી (39) હતું. તે તેના પતિ અને બે બાળકો શ્રી તેજ (9) અને સાન્વિકા (7) સાથે સંધ્યા થિયેટર ફિલ્મ જોવા આવી હતી. અલ્લુ આવતા જ ત્યાં હોબાળો મચી ગયો. લોકો થિયેટરના ગેટની અંદર જવા માટે ધક્કામુક્કી કરવા લાગ્યા. આ દરમિયાન રેવતી અને તેનો પુત્ર બેભાન થઈ ગયા હતા. પોલીસને તે બેભાન હાલતમાં મળી આવ્યા. પોલીસ તાત્કાલિક માતા-પુત્રને વિદ્યાનગરની દુર્ગાભાઈ દેશમુખ હોસ્પિટલમાં લઈ ગઈ હતી. જ્યાં મહિલા રેવતીને બચાવી શકાઈ ન હતી. તેમના પુત્રને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો.
  • Follow us on: