'પુષ્પા 2'ના એક્ટર અલ્લુ અર્જુનની મુશ્કેલીઓ દિવસ જાય તેમ વધી રહી છે. હૈદરાબાદના સંધ્યા થિયેટરમાં ભાગદોડમાં એક મહિલાના મોત બાદ અલ્લુ અર્જુનની મુશ્કેલીઓ વધી ગઈ છે. અલ્લુ અર્જુન બાદ હવે એક્ટરનો પરિવાર પણ આ મામલે મુશ્કેલીનો સામનો કરી રહ્યો છે. ઉલ્લેખનીય છે કે રવિવારે તોફાની તત્વોના એક જૂથે અલ્લુ અર્જુનના ઘર પર હુમલો કર્યો હતો અને તોડફોડ કરી હતી. આ ઘટના બાદ અભિનેતાએ પરિવારને લઇને મોટુ પગલુ લીધુ છે.


રવિવારે ઘર પર થયો હુમલો 

મહત્વનું છે કે રવિવારે તોફાની તત્વોએ ઘરના પરિસરમાં અંદર ઘૂસીને તોડફોડ કરી હતી જેના કારણે હૈદરાબાદમાં અલ્લુ અર્જુનના ઘરે અંધાધૂંધી મચી ગઈ હતી. આ ઘટનાએ અલ્લુ અર્જુનને પરિવારની ચિંતા થવી સ્વાભાવિક છે. આ ઘટના બાદ અભિનેતાએ પરિવારને લઈને મોટું પગલું ભર્યું છે.

અલ્લુ અર્જુનના બાળકોને ઘર છોડવાની ફરજ પડી!

ઘર પર હુમલા બાદ અલ્લુ અર્જુને તેના બાળકો અલ્લુ અરહા અને અલ્લુ અયાનને હૈદરાબાદ સ્થિત તેમના ઘરેથી અન્ય જગ્યાએ મોકલી દીધા હોવાની માહિતી મળી રહી છે. સંધ્યા થિયેટરની બહાર નાસભાગમાં મૃત્યુ પામેલી મહિલા માટે ન્યાયની માગણી કરતા કેટલાક વિરોધીઓએ રવિવારે અલ્લુ અર્જુનના ઘરની બહાર તોડફોડ કરી હતી. આ હુમલાખોરોની ઓળખ ઓસ્માનિયા યુનિવર્સિટી જોઈન્ટ એક્શન કમિટી (OU-JAC) ના સભ્યો તરીકે કરવામાં આવી છે, જેમણે તેલુગુ સુપરસ્ટારની સંપત્તિને નુકસાન પહોંચાડ્યું હતું. હુમલા બાદ અલ્લુ અર્જુને બાળકોને અલ્લુ અરહા અને અલ્લુ અયાનને સલામત સ્થળે મોકલી દીધા હોવાની મીડિયા રિપોર્ટ દ્વારા માહિતી મળી રહી છે.

ચાહકો થઇ રહ્યા છે નારાજ

બીજી તરફ અલ્લુ અર્જુનના ફેન્સ પણ આ હુમલા બાદ ગુસ્સે છે. સોશિયલ મીડિયા દ્વારા, તેલુગુ સુપરસ્ટારના ચાહકોએ તેમના માટે પોતાનું સમર્થન વ્યક્ત કર્યું હતું અને તેમના ઘર પરના હુમલા પર તેમની નારાજગી વ્યક્ત કરી હતી, જેના કારણે અભિનેતાનું નામ સોશિયલ મીડિયા પર પણ ટ્રેન્ડ થવા લાગ્યું હતું.


અલ્લુ અર્જુને જવાબ ન આપ્યો

જો કે અલ્લુ અર્જુને હજુ સુધી તેના ઘરની બહાર વિરોધ અને હુમલા અંગે કોઈ ટિપ્પણી કરી નથી પરંતુ તેના પિતા અને ફિલ્મ નિર્માતા અલ્લુ અરવિંદે રવિવારે રાત્રે મીડિયા સાથે વાત કરી હતી અને તેના ઘર પર થયેલા હુમલા અંગે ચિંતા અને નારાજગી વ્યક્ત કરી હતી. હુમલાની નિંદા કરતા તેમણે કહ્યું કે આવી ઘટનાઓને બિલકુલ પ્રોત્સાહન ન આપવું જોઈએ.

  • Follow us on: