- અર્જુન અને કશાના અફેરની ચર્ચાએ જોર પકડ્યું
- અફેરની અફવા પર કુશા કપિલા આકરા પાણીએ
- કુશા કપિલા ટ્રોલર્સને લઇને આપી દીધી પ્રતિક્રિયા
સોશિયલ મીડિયા સ્ટાર અને એક્ટ્રેસ કુશા કપિલા આ દિવસોમાં પોતાની પર્સનલ લાઈફને કારણે ચર્ચામાં છે. તાજેતરમાં જ તેણે તેના પતિ જોરાવર સિંહ અહલુવાલિયાથી છૂટાછેડા લીધા છે. આ માહિતી કુશાએ સોશિયલ મીડિયા પર આપી હતી, જેના પછી તેને ટ્રોલ્સની ઘણી આકરી ટિપ્પણીઓનો સામનો કરવો પડ્યો હતો. કુશા હજી છૂટાછેડામાંથી સંપૂર્ણ સ્વસ્થ નથી થઈ કે તેનું નામ બોલિવૂડ એક્ટર અર્જુન કપૂર સાથે જોડાવા લાગ્યું.
કુશાએ આવી પ્રતિક્રિયા આપી
કુશાએ તેના અંગત જીવનમાં ઉથલપાથલ અને તેનું નામ અર્જુન સાથે જોડવા અંગે તેની પ્રતિક્રિયા આપી છે. તેણીએ કહ્યું, હું જાણું છું કે એક સાર્વજનિક વ્યક્તિ હોવાને કારણે મારું અંગત જીવન હંમેશા ખુલ્લું રહેશે. તમે પબ્લિક પર્સન હોવાનો ફાયદો ઉઠાવતા હોવ તો લોકો કંઈક કહે, કહેવું એ લોકોનું કામ છે. મારું જીવન હવે એવું બની ગયું છે કે મારે દરરોજ જાડી ચામડીનું થઇ અને મારું કામ કરવું પડશે. દરરોજ મારે જાડી ચામડીનું બનવું પડશે અને મારું કામ ચાલુ રાખવું પડશે. ટૂંક સમયમાં બધા જખમો પણ રૂઝાઈ જશે.
કુશા ઘણી ફિલ્મોમાં જોવા મળશે
અર્જુન કપૂરને ડેટ કરવાના સમાચાર પર કુશાએ કહ્યું, મને લાગે છે કે આ અંગે કોઈ પ્રતિક્રિયા આપવી યોગ્ય નહીં હોય. સાચું કહું તો આવી બાબતો પર પ્રતિભાવ અને ધ્યાન આપવાની જરૂર મને સમજાતી નથી. આ પહેલા પણ કુશાએ સોશિયલ મીડિયા પર પોતાનો ગુસ્સો વ્યક્ત કર્યો હતો અને આ વિશે લખ્યું હતું કે, રોજેરોજ મારા વિશે આટલી બકવાસ વાંચ્યા પછી, મારે મારો ઔપચારિક પરિચય કરાવવો પડશે. વર્ક ફ્રન્ટ વિશે વાત કરીએ તો, કુશા નેટફ્લિક્સના શો મસાબા મસાબા, સેલ્ફી અને પ્લાન એ અને પ્લાન બી જેવી ફિલ્મોમાં જોવા મળી છે. તે કરણ જોહરની નેટફ્લિક્સ ફિલ્મ ઘોસ્ટ સ્ટોરીઝમાં પણ જોવા મળી હતી. હવે તે સુખી અને થેન્ક યુ ફોર કમિંગ જેવી ફિલ્મોમાં જોવા મળશે.