- નતાશા અને હાર્દિક પંડ્યાના છૂટાછેડાની અફવાઓએ જોર પકડ્યું
- નતાશાની પોસ્ટમાં એક વ્યક્તિ નાના બાળકનો હાથ પકડીને જંગલ તરફ જતો જોવા મળે છે
- આ તસવીર જીસસ ક્રાઈસ્ટની કોન્સેપ્ટ ઈમેજ છે જેમાં તે પોતાના ભક્તને રસ્તો બતાવી રહ્યા છે
નતાશા સ્ટેનકોવિક અને હાર્દિક પંડ્યાના છૂટાછેડાની અફવાઓએ જોર પકડ્યું છે. દરરોજ આ કપલ સાથે જોડાયેલા સમાચાર આવી રહ્યા છે. હાલમાં નતાશા સ્ટેનકોવિક અને હાર્દિક પંડ્યા બંનેએ આ મામલે મૌન જાળવી રાખ્યું છે. ન તો તેઓ આ અફવાને નકારી રહ્યા છે અને ન તો આ મામલાની સંપૂર્ણ સત્યતા જણાવી રહ્યા છે. આ મૌનને કારણે બંનેના ફેન્સના મનમાં અનેક સવાલો ઉઠી રહ્યા છે અને આ સવાલો સોશિયલ મીડિયા પર પણ જોવા મળી રહ્યા છે. નતાશા સ્ટેનકોવિકે હાર્દિકની સરમેન 'પંડ્યા' હટાવી દીધી છે અને આ વિચિત્ર ચર્ચાઓ શરૂ થઈ છે. લોકોને લાગવા માંડ્યું કે બંને વચ્ચે કંઈક ગરબડ છે. વાત આટલેથી ન અટકી અને લોકોએ તેમના છૂટાછેડા સાથે જોડાણ કરી રહ્યા છે. હવે આ દરમિયાન નતાશા સ્ટેનકોવિકની એક રહસ્યમય પોસ્ટ સામે આવી છે જે તરત જ વાયરલ થવા લાગી છે. પોસ્ટમાંથી લોકોએ છુપાયેલ અર્થ શોધવાનો પ્રયાસ શરૂ કર્યો હતો.
નતાશાની પોસ્ટ શંકા પેદા કરતી
હાલમાં નતાશા સ્ટેનકોવિક જોવા મળી હતી. આ સમય દરમિયાન નતાશા સ્ટેનકોવિકે છૂટાછેડાની અફવાઓ પર કંઈપણ કહેવાનો ઇનકાર કર્યો હતો. આવી સ્થિતિમાં તેમના મૌનથી મામલો વધુ ગંભીર બન્યો. હવે નતાશા સ્ટેનકોવિકે ઇન્સ્ટાગ્રામ પર તેની એક પોસ્ટથી હલચલ મચાવી દીધી છે. તેણે બે તસવીરો પોસ્ટ કરી છે. આમાંની પહેલી તસવીરમાં નતાશા સ્ટેનકોવિક લિફ્ટમાં ઉભા રહીને મિરર સેલ્ફી લેતી જોવા મળે છે. બીજી તસવીરમાં એક વ્યક્તિ નાના બાળકનો હાથ પકડીને જંગલ તરફ જતો જોવા મળે છે. આ તસવીર જીસસ ક્રાઈસ્ટની કોન્સેપ્ટ ઈમેજ છે જેમાં તે પોતાના ભક્તને રસ્તો બતાવી રહ્યા છે. નતાશાએ આ તસવીરના કેપ્શનમાં કંઈ લખ્યું નથી માત્ર કેટલાક ઈમોજીસ બનાવ્યા છે જેમાંથી એક શાંતિનું પ્રતિક ધરાવતું કબૂતર છે. આ સાથે સફેદ હાર્ટ અને ક્રોસ માર્ક પણ છે.
ફેન્સે આપી વિવિધ પ્રતિક્રિયા
હવે આ પોસ્ટ જોયા બાદ ચાહકોને લાગે છે કે ચોક્કસપણે બંને વચ્ચે અણબનાવ છે. નતાશા સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ છે અને ઈન્સ્ટાગ્રામ સ્ટોરીઝ પર સતત ક્રિપ્ટિક પોસ્ટ્સ પોસ્ટ કરતી રહે છે જે સીધી રીતે અણબનાવ તરફ ઈશારો કરે છે. હવે આ હાલની પોસ્ટથી શંકા વધુ ઘેરી બની છે. આ પોસ્ટ જોયા પછી એક વ્યક્તિએ લખ્યું હતું કે, 'તમે શું કહેવા માગો છો?' અન્ય એક વ્યક્તિએ લખ્યું હતું કે, 'તમે સ્પષ્ટ કેમ નથી જણાવતા કે તમારી અને હાર્દિક વચ્ચે શું ચાલી રહ્યું છે?' અન્ય એક વ્યક્તિએ તેને હિંમત આપી અને લખ્યું હતું કે, 'ભગવાન બધું ઠીક કરશે.' હાલમાં લોકો આ પોસ્ટને છુપાયેલા સંદેશ સાથેની પોસ્ટ કહી રહ્યા છે અને ટિપ્પણી વિભાગમાં તેનો વાસ્તવિક અર્થ શોધવાનો પ્રયાસ કરી રહ્યા છે.