- અમિતાભ બચ્ચને અલીબાગમાં 10 હજાર સ્ક્વેર ફૂટ જમીન ખરીદી
- પ્રોપર્ટી માટે મહાનાયકે 10 કરોડ રૂપિયા ખર્ચવા પડ્યા
- અગાઉ રામનગરી અયોધ્યામાં 10 હજાર ચોરસ ફૂટ જમીન ખરીદી હતી
હિન્દી ફિલ્મોના શહેનશાહ અમિતાભ બચ્ચન એવા સ્ટાર્સની યાદીમાં સામેલ થઈ ગયા છે જેમણે મુંબઈના સપનાના શહેર અલીબાગમાં પ્રોપર્ટી ખરીદી છે. અમિતાભ બચ્ચન પહેલા દીપિકા પાદુકોણ અને અનુષ્કા શર્મા પણ અલીબાગમાં રોકાણ કરી ચૂક્યા છે. એટલું જ નહીં શાહરૂખ ખાનનું ફાર્મહાઉસ પણ અલીબાગમાં છે.
રિપોર્ટ્સ અનુસાર, અમિતાભ બચ્ચને અલીબાગમાં 10 હજાર સ્ક્વેર ફૂટ જમીન ખરીદી છે. આ માટે અમિતાભ બચ્ચને 10 કરોડ રૂપિયા ખર્ચવા પડ્યા હતા. બિગ બીએ આ જમીન ધ હાઉસ ઓફ અભિનંદન લોઢા (HoABL) પાસેથી ખરીદી છે. અમિતાભની આ જમીન 20 એકરમાં ફેલાયેલ અલીબાગ પ્રોજેક્ટનો ભાગ છે.










