- અમિતાભ બચ્ચને પરમાણુ હથિયારો પર દુઃખ વ્યક્ત કર્યું
- તેમનું મન 'પરમાણુ હથિયારો'ને લઈને બેચેન થઈ જાય છે:અમિતાભ બચ્ચન
- અમિતાભ બચ્ચને બ્લોગમાં લખ્યું છે કે, 'પ્રશ્નિત મન અને વિચારોનો દિવસ..'
અમિતાભ બચ્ચન જેટલા સારા અભિનેતા છે તેટલા જ તે એક મહાન લેખક પણ છે. તે અવારનવાર પોતાની લાગણીઓ અને અનુભવો પોતાના બ્લોગ દ્વારા ફેન્સ સાથે શેર કરે છે. તેમના હાલના બ્લોગમાં તેમણે પરમાણુ હથિયારો પર દુઃખ વ્યક્ત કર્યું છે. તેમણે પોતાની પોસ્ટમાં લખ્યું છે કે તેમનું મન 'પરમાણુ હથિયારો'ને લઈને બેચેન થઈ જાય છે. આખી દુનિયા પરમાણુ શસ્ત્રોના ઢગલા પર બેઠી છે. તેcણે 'જાગૃતિ'નું એક ગીત યાદ કર્યું જેના વિશે તેમણે ખુલાસો કર્યો કે આ એકમાત્ર ફિલ્મ છે જે તેમણે જોઈ છે.
અમિતાભ બચ્ચને પોતાના બ્લોગમાં લખ્યું છે કે, 'પ્રશ્નિત મન અને વિચારોનો દિવસ... આપણે જે દુનિયામાં રહીએ છીએ તે પરમાણુ શસ્ત્રોના ઢગલા પર બેઠી છે.' કોઈ પણ દેશનું નામ લીધા વિના તેમણે લખ્યું હતું કે, 'વિશ્વનો નાશ કરો'... આ મારા શબ્દો નથી પરંતુ એક શક્તિશાળી રાષ્ટ્રના નેતાના શબ્દો છે જો તેને છોડવામાં આવે તો તે વિશ્વને ઉડાવી શકે છે'










