બોલીવુડના મહાનાયક અમિતાભ બચ્ચન ફરી એકવાર પોતાના ભૂતપૂર્વ બ્લોગ પર સક્રિય થઈ ગયા છે. પહેલગામ આતંકવાદી હુમલા બાદ તે 22 દિવસ સુધી ફક્ત ટ્વીટ અને બ્લોગ નંબરો પોસ્ટ કરી રહ્યા હતા. ઓપરેશન સિંદૂર બાદ તેમણે લાંબી પોસ્ટ લખી અને ભારતીય સેનાની પ્રશંસા કરી હતી. હવે અમિતાભે બીજું ટ્વીટ કરીને બ્લોગમાં પોતાની લાગણીઓ વ્યક્ત કરી હતી.
અભિતાભ બચ્ચને કરી આ પોસ્ટ
અભિતાભ બચ્ચન સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ છે તેઓ હંમેશા પોતાની સાથે જોડાયેલી તમામ વાતો ફેન્સ સાથે શેર કરે છે. બિગબીએ પોતાની નવી પોસ્ટમાં દિવંગત પિતા અને કવિ હરિવંશરાય બચ્ચનની એક કવિતા શેર કરી છે. જે સબંધો અને જીવનમાં થયેલી હાર-જીત સાથે સબંધિત છે. તેમણે પોતાના બ્લોગમાં શરીર અને ઉંમરને લઈને લંબી પોસ્ટ શેર કરી છે.
બિગબીની સબંધો અને જીવન સાથે જોડાયેલી પોસ્ટ
અભિતાભ બચ્ચને પોતાના ટ્વીટમાં પિતાની આ કવિતા શેર કરી છે કે, એક અજીબ સી દૌડ હે યે જિંદગી, જીત જાઓ તો કોઈ, અપને પીછે છૂટ જાતા હે ઓર, હાર જાઓ તો, અપને હી પીછે છોડ જાતે હે. અભિતાભ બચ્ચનની X પર આ પોસ્ટ જોતા જ ફેન્સ ચિંચાતૂર બન્યા છે અને શું બચ્ચન પરિવારમાં કોઈ પરેશાની છે કે શું તેવા સવાલો કરી રહ્યા છે. બિગબીના પોસ્ટ પર લોકો વિવિધ પ્રતિક્રિયા આરી રહ્યા છે. લોકોએ કહ્યું હતું કે આ પોસ્ટ દિકરા અભિષેક બચ્ચનની અસફળતા પર અથવા તો બચ્ચન પરિવારમાં પડી રહેલી તિરાડો પર હોઈ શકે.
તમને જણાવી દઈએ કે, અમિતાભ બચ્ચન બોલીવુડના શહેશાહ ગણાય છે. તેઓ પોતાના વિચારો સોશિયલ મીડિયા પર પોસ્ટ કરતા રહે છે અને પોતાના પ્રશંસકો સાથે સંવાદ કરે છે પરંતુ તેઓ "ઓપરેશન સિંદૂર"ને લઇને ટ્રોલ થયા હતા. કારણ કે તેઓએ એકપણ પોસ્ટ ઓપરેશન સિંદૂરના સમર્થનમાં લખી ન હતી.
ભારતીય સેનાના વખાણ
બીગ બીએ ભારતીય સેનાને અગ્નિવીર કહીને શ્રદ્ધાંજલિ આપી હતી. બીગ બીએ પોતાની આગામી પોસ્ટમાં દેશની સેનાના વખાણ કર્યા હતા. તેઓએ એક ફોટો અને વાક્ય લખ્યુ છે. બીગ બીએ કહ્યુ છે કે, અગ્નિવીર ઝિંદાબાદ, ભારત માતા કી જય, જય હિંદ. તે સમયે પણ અમિતાભે પિતાના હરિવંશરાય બચ્ચનની પંકિતઓ શેર કરી છે. 82 વર્ષીય બચ્ચને તેમના પિતા અને મહાન કવિ સ્વર્ગસ્થ હરિવંશ રાય બચ્ચનના સંગ્રહમાંથી કેટલીક કવિતાઓની પંક્તિઓ શેર કરી હતી. બચ્ચને X પર હિન્દીમાં લખ્યું છે કે, જ્યારે માટી માટી સાથે અન્યાય કરે છે ત્યારે હું કોને દોષ આપું અને મારું દુ:ખ કોને કહું.