છેલ્લા ઘણા સમયથી સોની ટીવી પ્રોગ્રામિંગમાં ઘણા ફેરફાર થયા છે. કેટલાક શૉ બંધ થઇ ગયા તો કેટલાક શૉ નવા શરૂ થયા છે. ત્યારે સોની ટીવી પર ચાલી રહેલા કેબીસી પર ખતરાના વાદળો છવાયા છે કારણ કે આ ચેનલ પર સીઆઇડી પણ શરૂ થઇ ગયુ છે. જેને સારી ટીઆરપી મળી રહી છે.

સોની એન્ટરટેઈનમેન્ટમાં નવી ટીમની એન્ટ્રી 
સોની એન્ટરટેઈનમેન્ટ ટેલિવિઝનના નવા મેનેજિંગ ડિરેક્ટર અને સીઈઓ તરીકે ગૌરવ બેનર્જીને નિયુક્ત કર્યા છે. ગૌરવ અને તેમની ટીમના આગમન પછી સોની ટીવીના પ્રોગ્રામિંગમાં ઘણા ફેરફારો થયા છે. આ નવી ટીમ આવતાની સાથે જ તેઓએ સોની ટીવી પર પ્રસારિત થતી બધી નવી ટીવી સિરિયલો બંધ કરી દીધી. શૉમાં CID અને 'આહટ' જેવા શૉની નવી સીઝન પર કામ કરવાનું શરૂ કર્યું.

KBC' પર વધ્યુ દબાણ 
સૂત્રોના જણાવ્યા અનુસાર 'CID' ને મળી રહેલા સારા રેટિંગ પછી 'KBC' પર દબાણ વધી રહ્યું છે. આ દરમિયાન અમિતાભ બચ્ચને પણ 'KBC' ના ખાસ એપિસોડનું શૂટિંગ કરવાનો ઇનકાર કરી દીધો હોવાની સૂત્રો પાસેથી માહિતી મળી છે. આ એપિસોડમાં ઘણા દક્ષિણ ભારતીય કલાકારો ભાગ લેવાના હતા. જો કે આ બાબતે સોની ટીવી તરફથી કોઇ સત્તાવાર માહિતી આવી નથી. આ સમાચાર અંગે સંદેશ ન્યૂઝ પણ કોઇ પુષ્ટિ કરતુ નથી.


CID શૉ TRPમાં આગળ
શિવાજી સાટમ સ્ટારર ફિલ્મ 'CID' ની બીજી સીઝન 6 વર્ષ પછી ટીવી પર આવી છે. અમિતાભ બચ્ચનની 'KBC' પર 'CID' ના નિર્માણ ખર્ચ કરતાં વધુ પૈસા ખર્ચવામાં આવે છે. આ કારણોસર ચેનલ પણ આ શો પાસેથી સારા પ્રદર્શનની અપેક્ષા રાખે છે. ભવિષ્યમાં 'KBC' ને વધુ રસપ્રદ બનાવવા માટે, શોના ફોર્મેટમાં કેટલાક ફેરફારો કરવામાં આવી શકે છે.


'KBC' અંગે શું લેવાશે નિર્ણય?
ઓછી ટીઆરપીને કારણે કોઈપણ શોનું પ્રસારણ બંધ થઈ જવું સામાન્ય છે. પરંતુ સોની ટીવી માટે 'KBC' ને બંધ કરવું સરળ નહીં હોય. અમિતાભ બચ્ચન છેલ્લા 24 વર્ષથી સોની ટીવી સાથે જોડાયેલા છે. તેમના નામને કારણે ઘણી બ્રાન્ડ્સ આ શો સાથે સંકળાયેલી છે. હવે અમિતાભ બચ્ચન અને તેમનો ક્વિઝ રિયાલિટી શો ટીઆરપીના દબાણનો સામનો કેવી રીતે કરે છે? આ જોવું રસપ્રદ રહેશે.

  • Follow us on: