• અંબાણી અને રાધિકા મર્ચન્ટના લગ્ન પહેલા હલ્દી સમારોહનું આયોજન
  • અનિલ અંબાણી અને ટીના અંબાણી સંપૂર્ણપણે હલ્દીથી રંગાયા
  • અનિલ અંબાણી અને ટીના અંબાણી એકબીજાનો હાથ પકડીને જોવા મળ્યા

રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણી અને પત્ની નીતા અંબાણીએ સોમવારે તેમના પુત્ર અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના લગ્ન પહેલા હલ્દી સમારોહનું આયોજન કર્યું હતું. અનંત અને રાધિકા 12 જુલાઈના રોજ મુંબઈમાં લગ્ન કરવા જઈ રહ્યા છે. તેમના લગ્ન પહેલા અંબાણીના નિવાસસ્થાન 'એન્ટીલિયા' ખાતે ભવ્ય હલ્દી સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે પર મુકેશ અંબાણીના નાના ભાઈ અનિલ અંબાણી તેમની પત્ની ટીના અંબાણી અને પુત્રવધૂ ક્રિશા શાહ અંબાણી સાથે હાજર રહ્યા હતા.

અનંત-રાધિકાની હલ્દીના રંગે રંગાયા અનિલ-ટીના અંબાણી

[[$googlead]]

અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટની હલ્દી સેરેમની બાદ અનિલ અંબાણી અને ટીના અંબાણી એન્ટિલિયા છોડતા જોવા મળ્યા હતા. આ દરમિયાન અનિલ અંબાણી અને ટીના અંબાણી સંપૂર્ણપણે હલ્દીથી રંગાયેલા જોવા મળ્યા હતા. અનિલ અંબાણીએ સફેદ રંગનો કુર્તા પાયજામા પહેર્યો હતો. જ્યારે ટીના અંબાણીએ પીળા રંગનો કુર્તો પહેર્યો હતો. અનિલ અંબાણી અને ટીના અંબાણી એકબીજાનો હાથ પકડીને જોવા મળ્યા હતા અને બંને હલ્દીના રંગથી રંગાયા હતા. સાથે જ અનિલ અંબાણી અને ટીના અંબાણીએ એકબીજાના હાથ પકડીને પેપ્સ માટે પોઝ આપ્યા હતા.

[[$alsoread]]

રણવીર સિંહ અને સલમાને હલ્દી લગાવી

જે વિડિયો સામે આવ્યો છે તેમાં તમે જોઈ શકો છો કે રણવીર સિંહ માથાથી પગ સુધી પીળા રંગે રંગાયેલો જોવા મળે છે. તે સંપૂર્ણપણે હલ્દીમાં નહાતો જોવા મળે છે. તેનો ચહેરો પણ હલ્દીથી પીળો થઈ ગયો છે. તે એન્ટિલિયાની બહાર ઇવેન્ટમાંથી બહાર નીકળતો જોઈ શકાય છે. તમને જણાવી દઈએ કે, અંબાણી આવાસ એન્ટિલિયામાં જ આ ગ્રાન્ડ હલ્દી ઈવેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું. સલમાન ખાન પણ હલ્દી સેરેમની બાદ યેલો રંગથી રંગાયો હતો. સલમાન ખાન બ્લેક કુર્તામાં પહોંચ્યો હતો અને જ્યારે તે ત્યાંથી પાછો ફર્યો ત્યારે તે પીળા કુર્તામાં જોવા મળ્યો હતો.



  • Follow us on: