- અનંત અંબાણી જાન લઈને Jio વર્લ્ડ સેન્ટર માટે નીકળ્યા
- અનંત અંબાણીની જાનમાં એન્ટિલિયાના કર્મચારીઓ મન મૂકીને નાચ્યા
- અંબાણી પરિવાર શણગારેલી ગાડીઓ અને ઢોલ નગારા સાથે એન્ટેલિયાથી જવા રવાના
અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટ આજે લગ્ન જીવનના બંધનમાં બંધાશે. જામગનારથી શરૂ થયેલા આ કપલના પ્રી-વેડિંગ ફંક્શનની મહિનાઓ સુધી ખૂબ ચર્ચા થઈ હતી. હવે બંને લગ્ન કરવા જઈ રહ્યા છે. અનંત-રાધિકાના શાહી લગ્ન મુંબઈના જિયો વર્લ્ડ સેન્ટરમાં થશે.
અનંત અંબાણીની જાન નિકળી
અનંત અંબાણીની જાન શણગારેલી ગાડીઓ અને ઢોલ નગારા સાથે એન્ટેલિયાથી જિયો વર્લ્ડ સેન્ટર માટે રવાના થઈ છે. અનંતની કરોડોની કિંમતની રોલ્સ રોયસ કારને લાલ અને સફેદ ફૂલોની ચાદરથી સજાવવામાં આવી છે. પરિવારના બાકીના ગાડીઓને પણ ફૂલોથી શણગારવામાં આવી છે. અનંત અંબાણીની જાનમાં એન્ટિલિયાના કર્મચારીઓએ મન મૂકીને ડાન્સ કર્યો હતો.
અંબાણી પરિવારે ઘરના મહત્વના સભ્યોને યાદ કર્યા
અનંતના લગ્ન પ્રસંગે અંબાણી પરિવારે ઘરના મહત્વના સભ્યોને યાદ કર્યા છે. લગ્ન સ્થળ પર નીતા અંબાણીના પિતા (રવીન્દ્રભાઈ દલાલ) અને મુકેશ અંબાણીના પિતા (ધીરુભાઈ અંબાણી)ની તસવીરો મૂકવામાં આવી છે. બંનેના ફોટોગ્રાફ્સની ફ્રેમને ચારેબાજુ ફૂલોથી સજાવવામાં આવી છે.
આ છે અનંત-રાધિકાના લગ્નનું સંપૂર્ણ શેડ્યૂલ
બપોરે 3:00 વાગ્યે જાનનું આગમાન અને પાઘડી બાંધવાની વિધિ
રાત્રે 8: 00 વાગ્યે વરમાળા વિધિ થશે
લગન, સાત ફેરા અને સિંદૂર દાન સમારોહનો સમય રાત્રે 9.30 વાગ્યાથી શરૂ થશે
મહેમાનો લગ્નમાં પરંપરાગત ડ્રેસ કોડમાં આપશે હાજરી
ભવ્ય લગ્નમાં દેશ-વિદેશના VVIP મહેમાનોએ હાજરી આપી રહ્યા છે. એન્ટિલિયા દુલ્હનની જેમ સજ્જ છે. અનંત-રાધિકાના લગ્નના ફંક્શન 14 જુલાઈ સુધી ચાલશે. કાર્દશિયન બહેનો સહિત ઘણી હોલીવુડ અને આંતરરાષ્ટ્રીય હસ્તીઓ વર્ષના સૌથી મોટા લગ્નની સાક્ષી બની છે.









