• અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટ આજે લગ્ન
  • અનંતે સંગીતમાં ગોલ્ડન વર્કવાળો સૂટ પહેર્યો હતો
  • સૂટ પર હીરા જડિત રોયલ બંગાળ ટાઈગર બ્રોચ જોવા મળ્યું

બિઝનેસમેન અનંત અંબાણી હાલમાં પોતાના લગ્નને લઈને ચર્ચામાં છે. અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટ આજ રોજ એકબીજાના થવા જઈ રહ્યા છે. 5 જુલાઈના યોજાયેલા સંગીત સમારોહમાં બોલિવૂડના ઘણા સ્ટાર્સે ભાગ લીધો હતો. આ સંગીત રાત્રિમાં અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટ ખૂબ જ સુંદર લાગી રહ્યા હતા. અનંતે બ્લુ બેઝ પર હેવી ગોલ્ડન વર્કવાળો સૂટ પહેર્યો હતો. જ્યારે રાધિકા ગોલ્ડન કલરના લહેંગામાં જોવા મળી હતી.

અનંત અંબાણીના ડ્રેસની ખાસિયત

અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટે તેમના સંગીત સમારોહમાં અબુ જાની અને સંદીપ ખોસલાએ ડિઝાઈન કરેલા કસ્ટમ પોશાક પહેરીને શો ચોરી લીધો હતો. એવું લાગતું હતું કે જાણે બધાની નજર તેમના પર ટકેલી હોય. આ ચમકદાર સંગીત સમારોહનો ડ્રેસ કોડ ભારતીય રીગલ ગ્લેમ હતો, જેમાં રાધિક અને અનંત તેમના ભારતીય પોશાકમાં શાનદાર દેખાતા હતા. સેલિબ્રિટી ફેશન સ્ટાઈલિશ શાલીના નાથાનીએ ક્લાસિક બંધગાલામાં જટિલ ફ્લોરલ એમ્બ્રોઈડરી સાથે અનંતને સ્ટાઈલ કર્યો. તેના પર ગોલ્ડન ઝરી, કસાબ અને સિક્વિન એમ્બ્રોઇડરી કરવામાં આવી હતી. આ ડ્રેસની ખાસ વાત એ હતી કે ઝરી વર્ક રિયલ ગોલ્ડથી કરવામાં આવ્યું હતું. જેકેટ વાસ્તવિક સોનાની ભરતકામથી હાથથી બનાવેલું હતું.


અનંતની શેરવાની પર હીરા જડિત રોયલ બંગાળ ટાઈગર બ્રોચ જોવા મળ્યું

અનંતના લુકની બીજી ખાસિયત એ તેનો અનોખો બ્રોચ હતો. વરરાજા તેના અદભૂત ગોલ્ડ એમ્બ્રોઇડરીવાળા જેકેટ પર હીરા જડિત ટાઇગર બ્રોચને ફ્લોન્ટ કરતો જોવા મળ્યો હતો. બ્રોચમાં રોયલ બંગાળ ટાઇગર દર્શાવવામાં આવ્યું હતું અને હીરા જડિત બેન્ડ સાથે એક વિશાળ રૂબી પણ દર્શાવવામાં આવ્યું હતું.


રાધિકા મર્ચન્ટ ડ્રેસની ખાસિયત

જ્યારે, રાધિકા મર્ચન્ટ પ્રખ્યાત ફેશન ડિઝાઈનર અબુ જાની અને સંદીપ ખોસલા દ્વારા ડિઝાઈન કરેલા લહેંગામાં ખૂબ જ ભવ્ય અને ખૂબસૂરત દેખાતી હતી.

રાધિકાનો આ લુક પ્રખ્યાત સ્ટાઈલિશ અને સોનમ કપૂરની બહેન રિયા કપૂરે સ્ટાઈલ કર્યો હતો. દાગીના ઝુમ્મરથી પ્રેરિત હતા અને તેમાં પેસ્ટલ રંગોનો સમાવેશ કરવામાં આવ્યો હતો. જેમાં રાધિકા ખૂબ જ સુંદર લાગી રહી હતી.

સંગીતમાં ઘણા સ્ટાર્સે જોવા મળ્યા હતા

સલમાન ખાન, અર્જુન કપૂર, વિક્કી કૌશલ, સિદ્ધાર્થ મલ્હોત્રા, કિયારા અડવાણી, દીપિકા પાદુકોણ અને શહેનાઝ ગિલ સહિત ઘણા સ્ટાર્સે રાધિકા અને અનંતની સંગીત નાઈટમાં હાજરી આપી હતી.


  • Follow us on: