• જસ્ટિન બીબરે અનંત-રાધિકાના સંગીતમાં મંચ પર આગ લગાવી
  • 14 વર્ષ જૂનું ગીત 'બેબી' ગાઈને સ્ટેજ પર આગ લગાવી દીધી
  • અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટ 12 જુલાઈએ મુંબઈમાં લગ્ન કરશે

અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટ 12 જુલાઈના રોજ લગ્ન કરી રહ્યા છે અને તેમના લગ્નના ફંક્શન શરૂ થઈ ગયા છે. 3જી જુલાઈના રોજ મામેરુ વિધિ બાદ 4થી જુલાઈના રોજ ગરબાનું આયોજન કરવામાં આવ્યું હતું. ત્યાર બાદ શુક્રવારે એટલે કે 5મી જુલાઈના રોજ રાધિકા-અનંતનો ભવ્ય સંગીત સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું જેનો વીડિયો હવે સોશિયલ મીડિયા પર ટ્રેન્ડ કરી રહ્યો છે.

મુંબઈના બીકેસીમાં નીતા મુકેશ અંબાણી કલ્ચરલ સેન્ટરમાં અનંત-રાધિકાનો ભવ્ય સંગીત સમારોહ યોજાયો હતો જેમાં બી-ટાઉનના તમામ સ્ટાર્સે હાજરી આપી હતી. આ સંગીત સેરેમનીના વીડિયો એક પછી એક સામે આવી રહ્યા છે. પોપ સ્ટાર જસ્ટિન બીબર પણ અનંત-રાધિકાના સંગીત સેરેમનીમાં પરફોર્મ કરવા માટે મુંબઈ પહોંચ્યો હતો અને હવે આ ઈવેન્ટના તેના વીડિયો સોશિયલ મીડિયા પર ટ્રેન્ડ કરી રહ્યા છે.

જસ્ટિન બીબરે પરફોર્મન્સથી લગાવી આગ

પોપ સ્ટાર જસ્ટિન બીબરે શુક્રવારે રાત્રે મુંબઈમાં રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણી અને પત્ની નીતા અંબાણીના પુત્ર અનંત અંબાણીના વેડિંગ કોન્સર્ટમાં તેનું 14 વર્ષ જૂનું ગીત 'બેબી' ગાઈને સ્ટેજ પર આગ લગાવી દીધી હતી. જસ્ટિને અંબાણી ફેમિલી ફંક્શનમાં દમાદાર પરફોર્મન્સથી બધા ઝુમી ઉઠ્યા હતા.

જસ્ટિને આ સોંગ રાધિકા-અનંતના સંગીતમાં ગાયા

બેબી સિવાય જસ્ટિને 'નેવર લેટ યુ ગો', 'લવ યોરસેલ્ફ', 'પીચીસ', 'બોયફ્રેન્ડ', 'સોરી' અને 'વ્હેર આર યુ નાઉ' જેવા તેના લોકપ્રિય ગીતો ગાઈને પણ ઈવેન્ટને આકર્ષિત કરી હતી. જસ્ટિન સંગીત સેરેમનીમાં વ્હેર આર યુ નાઉ ગાતો પણ જોવા મળ્યો હતો જેમાં અંબાણી પરિવારના કાર્યક્રમમાં મહેમાનો પોતાને ડાન્સ કરવાથી રોકી શક્યા ન હતા. આ દરમિયાન જસ્ટિન સ્ટેજ પર એક છોકરીને ગળે લગાવે છે જેના પર ઘણા યુઝર્સે પ્રતિક્રિયા આપી છે.

જસ્ટિન દુર્લભ ન્યુરોલોજીકલ ડિસઓર્ડરથી પીડિત હતા

તમને જણાવી દઈએ કે, કેટલાક ખાનગી સમારંભો સિવાય જસ્ટિને લગભગ એક વર્ષથી જાહેરમાં વધુ પ્રદર્શન કર્યું નથી. લગભગ એક વર્ષ પહેલા જસ્ટિનને 'રામસે હન્ટ સિન્ડ્રોમ' નામની એક દુર્લભ ન્યુરોલોજિકલ ડિસઓર્ડરથી અસર થઈ હતી જેના કારણે તેના ચહેરા પર પણ અસર થઈ હતી. આ રોગથી પ્રભાવિત થયા બાદ તેણે પોતાનો વિશ્વ પ્રવાસ રદ કર્યો. આવી સ્થિતિમાં બીબરના તે ચાહકો માટે આ એક મોટું આશ્ચર્ય છે જેઓ લગભગ એક વર્ષથી સ્ટેજ પર તેના આવવાની આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા.

બોલીવુડ અને ક્રિકેટ જગતના લોકોએ લીધો ભાગ

અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના સંગીત સમારોહમાં બોલીવુડ અને ક્રિકેટ જગતના ઘણા લોકોએ હાજરી આપી હતી. જેમાં સલમાન ખાન, વિક્કી કૌશલ, દીપિકા પાદુકોણ, રણવીર સિંહ, આલિયા ભટ્ટ, રણબીર કપૂર, કિયારા અડવાણી, સિદ્ધાર્થ મલ્હોત્રા, એમએસ ધોની, હાર્દિક પંડ્યા, સૂર્ય કુમાર યાદવ અને ઘણા બધા હતા.

અનંત-રાધિકાના લગ્ન 12મી જુલાઈના રોજ થશે

અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટ 12 જુલાઈએ મુંબઈમાં લગ્ન કરશે. ત્યાર બાદ 13મી જુલાઈના રોજ શુભ આશીર્વાદ સમારોહ યોજાશે. અંબાણી પરિવારે 14મી જુલાઈના રોજ ભવ્ય રિસેપ્શનનું આયોજન કર્યું છે.


  • Follow us on: