• અનંત-રાધિકાના લગ્નમાં બોમ્બ ફૂટે તો..

  • ટ્વિટર પર આવો મેસેજ શેર થતા મુંબઇ પોલીસ એલર્ટ
  • એક્સ પાસે યુઝર વિશે માગી માહિતી

એશિયાના સૌથી મોટા અમીર ઉદ્યોગપતિ મુકેશ અંબાણીના નાના દિકરા અનંત અંબાણીના 12 જુલાઇએ ધામધૂમથી લગ્ન થયા. રાજકારણીઓ, બોલિવૂડ તથા પીએમ મોદી સહિત વિદેશી દિગ્ગજો પણ મહેમાન બન્યા હતા. ત્યારે અનંત અંબાણીના લગ્ન દરમિયાન બોમ્બ હોવાની ધમકી મળી હતી. જે મામલે તપાસ હાથ ધરવામાં આવી છે. મુંબઇ પોલિસની સાયબર વિંગ આ મામલે તપાસમાં જોડાઇ છે.

FFSFIR નામના યુઝર પરથી મળ્યો મેસેજ
એક સોશિયલ મીડિયા એક્સ યુઝરે મુંબઈ પોલીસને એક પોસ્ટ વિશે જાણ કરી હતી. આ પોસ્ટ FFSFIR નામના એક એક્સ યુઝરે કરી છે, જેમાં કહેવામાં આવ્યું છે કે મારા મગજમાં એક જંગલી વિચાર આવ્યો છે કે જો અંબાણીના લગ્નમાં બોમ્બ વિસ્ફોટ થશે તો અડધી દુનિયામાં અરાજકતા ફેલાઈ જશે. કરોડો રૂપિયાનો વેડફાટ થશે.

સુરક્ષા વ્યવસ્થા તેજ કરાઇ
આ પોસ્ટની જાણ થયા બાદ મુંબઈ પોલીસે લગ્ન સ્થળની આસપાસના વિસ્તારોમાં સુરક્ષા વધારી દીધી છે. પોલીસ ચોકીઓ અને પોસ્ટ પર અધિકારીઓની તૈનાતી વધારી દેવામાં આવી હતી અને સુરક્ષાની સમીક્ષા કરવામાં આવી હતી. જો કે બોમ્બની ધમકી ફેક હોવાનું લાગી રહ્યું હતું જે મામલે પોલીસે સુરક્ષાને ધ્યાને રાખીને પગલા ભર્યા હતા.

અજાણ્યા બે લોકો ઘુસી આવ્યા હતા લગ્નસમારોહમાં
મહત્વનું છે કે શનિવારે બે લોકોએ લગ્ન સ્થળમાં ઘૂસવાનો પ્રયાસ કર્યો હતો. તેમાંથી એક યુટ્યુબર હતો જ્યારે બીજો આંધ્રપ્રદેશનો વેપારી હતો. જો કે આ બંનેને આમંત્રણ આપવામાં આવ્યું ન હતું. આ બંનેને સુરક્ષા કર્મચારીઓએ પકડીને પોલીસને હવાલે કર્યો હતો. બંને વિરુદ્ધ કેસ નોંધવામાં આવ્યો હતો, તેમને નોટિસ આપવામાં આવી હતી અને ચકાસણી બાદ તેમને જવા દેવામાં આવ્યા હતા. મુંબઇ પોલીસની સાયબર ટીમ દ્વારા આ અંગે તપાસ શરૂ કરવામાં આવી છે. એક્સ પાસે પણ વિગતો માંગવામાં આવી છે. જો કે આ મામલે રવિવાર સાંજ સુધી કોઇ કેસ નોંધવામાં આવ્યો ન હતો. 
  • Follow us on: