- અનંત અંબાણી 12 જુલાઈએ રાધિકા મર્ચન્ટ સાથે લગ્ન કરશે
- અંબાણી પરિવારના ડાન્સ પરફોર્મન્સનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ
- આખો અંબાણી પરિવાર ગીત 'દીવાનગી-દીવાનગી' પર ઝુમી ઉઠ્યો
બિઝનેસ ટાયકૂન મુકેશ અંબાણી અને નીતા અંબાણીના પુત્ર અનંત અંબાણી 12 જુલાઈએ રાધિકા મર્ચન્ટ સાથે લગ્ન કરવા જઈ રહ્યા છે. અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના લગ્નના ફંક્શન ખૂબ જ ધામધૂમથી શરૂ થયા છે. છેલ્લી સાંજે અનંત-રાધિકાનો સંગીત સમારોહ હતો જ્યાં ઘણા બોલીવુડ સેલેબ્સે રંગ જમાવ્યો અને કેનેડિયન સિંગર જસ્ટિન બીબરે પણ પરફોર્મ કર્યું હતું. પરંતુ લોકોનું ધ્યાન માત્ર અંબાણી પરિવારના સ્ટેજ પરફોર્મ પર અટકી ગયું હતું.
અંબાણી પરિવારે કર્યો અદભૂત ડાન્સ
અંબાણી પરિવારના ડાન્સ પરફોર્મન્સનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે આ વીડિયોમાં આકાશ અંબાણી અને આનંદ પીરામલ પહેલા સ્ટેજ પર જોવા મળે છે ત્યારબાદ ઈશા અંબાણી બોલીવુડ સ્ટાઈલમાં એન્ટ્રી કરે છે. શ્લોકા સ્ટેજ પર ડાન્સ કર્યા બાદ નીતા અંબાણી આવે છે અને ભરતનાટ્યમના કેટલાક સ્ટેપ્સ કરે છે. નીતા અંબાણી પછી મુકેશ અંબાણી ખુલ્લા હાથે પ્રવેશ કરે છે અને બધાએ તાળીઓ પાડી હતી. ત્યાર બાદ અનંત અંબાણી પ્રવેશ કરે છે અને પછી આખો અંબાણી પરિવાર શાહરૂખ ખાનના ગીત 'દીવાનગી-દીવાનગી' પર ડાન્સ કરે છે.
બોલીવુડ અને ક્રિકેટ જગતના લોકોએ લીધો ભાગ
અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના સંગીત સમારોહમાં બોલીવુડ અને ક્રિકેટ જગતના ઘણા લોકોએ હાજરી આપી હતી. જેમાં સલમાન ખાન, વિક્કી કૌશલ, દીપિકા પાદુકોણ, રણવીર સિંહ, આલિયા ભટ્ટ, રણબીર કપૂર, કિયારા અડવાણી, સિદ્ધાર્થ મલ્હોત્રા, એમએસ ધોની, હાર્દિક પંડ્યા, સૂર્ય કુમાર યાદવ અને ઘણા બધા હતા.
અનંત-રાધિકાના લગ્ન 12મી જુલાઈના રોજ થશે
અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટ 12 જુલાઈએ મુંબઈમાં લગ્ન કરશે. ત્યાર બાદ 13મી જુલાઈના રોજ શુભ આશીર્વાદ સમારોહ યોજાશે. અંબાણી પરિવારે 14મી જુલાઈના રોજ ભવ્ય રિસેપ્શનનું આયોજન કર્યું છે.