• અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટને PM મોદીએ આપ્યા આશીર્વાદ
  • આ વેડિંગ રિસેપ્શનને 'શુભ આશીર્વાદ' નામ આપવામાં આવ્યું
  • PM મોદીના ચરણ સ્પર્શ કરીને અનંત અને રાધિકાએ લીધા આશીર્વાદ

વડાપ્રધાન નરેન્દ્ર મોદી શનિવારે Jio વર્લ્ડ કન્વેન્શન સેન્ટર પહોંચ્યા અને નવવિવાહિત યુગલ અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટને આશીર્વાદ આપ્યા. આ વેડિંગ રિસેપ્શનને 'શુભ આશીર્વાદ' નામ આપવામાં આવ્યું હતું. એશિયાના સૌથી ધનિક વ્યક્તિ મુકેશ અંબાણીના સૌથી નાના પુત્ર અનંત અને રાધિકા મર્ચન્ટે PM મોદીના ચરણ સ્પર્શ કરીને આશીર્વાદ લીધા હતા.

આ દરમિયાન PM નરેન્દ્ર મોદીનું મુકેશ અંબાણી અને તેમની પત્ની નીતા અંબાણીએ સ્વાગત કર્યું હતું અને તેમને સ્થળ પર લઈ જવામાં આવ્યા હતા. અહીં અનેક હસ્તીઓ, ફિલ્મ સ્ટાર્સ, ક્રિકેટરો, બિઝનેસ ટાયકૂન્સ અને રાજનેતાઓ એકઠા થયા હતા.

[[$googlead]]

વિશ્વના સૌથી ધનિક વ્યક્તિઓ અંબાણીના મહેમાન બન્યા

[[$alsoread]]

શુક્રવારે આ લગ્નની સાથે જ ભારત અને વિદેશમાં મહિનાઓથી ચાલી રહેલા લગ્ન પહેલાના કાર્યક્રમોનો અંત આવ્યો હતો. શનિવારે રિસેપ્શન માટે આમંત્રિત કરાયેલા મહેમાનો મોટાભાગે એ જ લોકો હતા જેઓ એક દિવસ અગાઉ લગ્નમાં આવ્યા હતા. અહીં હાજર લોકોમાં બોલિવૂડના મહાનાયક અમિતાભ બચ્ચન, શાહરૂખ ખાન, સલમાન ખાન અને રણબીર કપૂર સામેલ હતા.

'શુભ આશીર્વાદ' વેડિંગ રિસેપ્શનમાં ફિલ્મ સ્ટાર્સની જોવા મળી જલક

આશીર્વાદ સમારોહમાં શાહિદ કપૂર અને માધુરી દીક્ષિત સહિત ભારત અને વિદેશની હસ્તીઓએ ભાગ લીધો હતો. અમેરિકન રિયાલિટી ટીવી આર્ટિસ્ટ કિમ કાર્દાશિયન અને તેની બહેન ખલો કાર્દાશિયને પણ તેમાં ભાગ લીધો હતો. આ ઉપરાંત ક્રિકેટર સચિન તેંડુલકર, મહેન્દ્ર સિંહ ધોની, જસપ્રિત બુમરાહ, હાર્દિક પંડ્યા અને સૂર્યકુમાર યાદવ પણ શુભ આશીર્વાદ કાર્યક્રમમાં હાજર રહ્યા હતા.

દિગ્ગજ રાજકીય નેતાઓએ વેડિંગ રિસેપ્શનમાં આપી હાજરી

ભૂતપૂર્વ બ્રિટિશ વડાપ્રધાન ટોની બ્લેર અને બોરિસ જોન્સન અને સાઉદી અરામકોના સીઈઓ અમીન એચ નાસર પણ મહેમાનોની યાદીમાં સામેલ હતા. આ સિવાય જે રાજનેતાઓએ લગ્નમાં હાજરી આપી હતી તેમાં મહારાષ્ટ્રના મુખ્યમંત્રી એકનાથ શિંદે, ડેપ્યુટી સીએમ દેવેન્દ્ર ફડણવીસ અને અજિત પવાર, RJD ચીફ લાલુ પ્રસાદ યાદવ, સમાજવાદી પાર્ટીના પ્રમુખ અખિલેશ યાદવ, તેમની પત્ની ડિમ્પલ અને શિવસેના (UBT) પ્રમુખ ઉદ્ધવ ઠાકરે સામેલ હતા. .

  • Follow us on: