- અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટ આજે લેશે સાત ફેરા
- મુકેશ અંબાણી અને નીતા અંબાણીના પુત્રના લગ્નમાં દેશ-વિદેશથી મહેમાનો પધાર્યા
- બપોરે 3 કલાકે જાનનું આગમાન અને પાઘડી બાંધવાની વિધિ કરવામાં આવશે
અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટ આજે 12મી જુલાઈએ સાત ફેરા લેશે. મુકેશ અંબાણી અને નીતા અંબાણીના પુત્રના લગ્નમાં દેશ-વિદેશથી મહેમાનો પધારી રહ્યા છે. આ શાહી લગ્ન Jio વર્લ્ડ સેન્ટરમાં થશે. આ દરમિયાન અનંત-રાધિકાના લગ્નનું સંપૂર્ણ શેડ્યૂલ સામે આવ્યું છે.
આ છે અનંત-રાધિકાના લગ્નનું સંપૂર્ણ શેડ્યૂલ
બપોરે 3 કલાકે જાનનું આગમાન અને પાઘડી બાંધવાની વિધિ કરવામાં આવશે
રાત્રે 8 કલાકે વરમાળા વિધિ થશે
લગન, સાત ફેરા અને સિંદૂર દાન સમારોહનો સમય રાત્રે 9.30 વાગ્યાથી શરૂ થશે
મહેમાનોએ લગ્ન માટે પરંપરાગત ડ્રેસ કોડમાં હાજરી આપવી પડશે
13 અને 14 જુલાઇ એમ બે દિવસ માટે અલગ-અલગ લોકો માટે રિસેપ્શનનું આયોજન
ગરબા નાઈટમાં રાધિકા-અનંતનો લુક છવાયો
રાધિકા મર્ચન્ટે તેની દાંડિયા રાત માટે જાંબલી રંગનો લહેંગા પસંદ કર્યો હતો. તેણીએ આ શ્રીનાથજી પ્રિન્ટેડ બાંધણી લહેંગામાં તેના ગુજરાતી પરંપરાગત દેખાવને ફ્લોન્ટ કર્યો હતો. અનંત અંબાણી ગુલાબી કલરના કુર્તા પહેરેલા જોવા મળ્યા હતા જેને તેમણે પ્રિન્ટેડ કમર કોટ સાથે જોડ્યો હતો.
ગૃહ શાંતિ પૂજાનો વીડિયો વાયરલ થયો
અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટની ગૃહ શાંતિ પૂજા યોજાઈ હતી જેમાં બિંદી સાથે સફેદ સાડી પહેરેલી દુલ્હન સંપૂર્ણ ગુજરાતી પરંપરાગત લુકમાં જોવા મળી હતી. હવે કપલના આ ફંક્શનનો સંપૂર્ણ વીડિયો સામે આવ્યો છે.
અનંત-રાધિકાના લગ્નમાં બિગ સેલેબ્સ પહોંચશે
અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના લગ્ન માટે ઘણા મોટા સેલેબ્સને આમંત્રણ આપવામાં આવ્યું છે. લગ્નમાં શાહરૂખ ખાન, સલમાન ખાન, રણબીર કપૂર, આલિયા ભટ્ટ, દીપિકા પાદુકોણ જેવા સ્ટાર્સ હાજરી આપી શકે છે.